અમદાવાદ : ટ્રકમાં દારૂ સંતાડવાની બૂટલેગરોની પેર્ટનથી પોલીસ પણ અંજાઈ

0
8

દારૂબંધી વચ્ચે અમદાવાદ પોલીસે દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ દારૂની હેરાફેરી કરતા લોકો પણ દારૂ હેરાફેરીને લઈને અવનવા નુસખા અજમાવી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ રૂરલ પોલીસે એક નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપ્યું છે. જેમાં પોલીસે બે શખ્સોને ઝડપી 26 લાખનો દારૂ જપ્ત કર્યો છે.

રૂરલ SOG ને માહિતી મળી હતી કે રજોડા ગામ નજીક એક ટ્રક પસાર થવાની છે અને જેમાં દારૂ છે અને રૂરલ SOGએ ગાડી રોકી તપાસ કરી તો ગાડીમાંથી પહેલાં મરઘીના દાણ હોવાનું જાણવા મળ્યું હતું.

પરંતુ પોલીસે વધુ તપાસ શરૂ કરી અને ટ્રક ની તપાસ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે ટ્રક માં અંદર દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તપાસ કરી તો 26 લાખ થી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે અમરારામ જાટ અને માંગીલાલ જાટ નામ ના 2 લોકોની ધરપકડ કરી છે અને તેમની તપાસમાં સામે આવ્યું કે આ લોકો આ ટ્રકને રાજકોટ તરફ લઈ જઈ રહ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા 10 દિવસની અંદર અમદાવાદ ગ્રામ્ય SOG અને LCB એ કરોડો રૂપિયાનું દારૂ પકડી પાડેલ છે અને અનેક લોકોની ધરપકડ કરી છે.

અલગ એજેનસી વોચ ગોઠવી કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગત સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યમાં દર એક કિલોમીટરે દારૂ મળી આવશે ત્યારે આટલા માતબર જથ્થાને પોલીસે ઝડપી પાડતા આ ઉક્તિ પણ સાર્થક થતી જણાઈ આવે છે.