અમદાવાદ : શાહીબાગમાં દેશી દારૂ વેચાતા હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઈ : બુટલેગર સામે ગુનો નોંધ્યો

0
46

શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ તહેવાર પુરા થયા બાદ ફરી ધમધમવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા જ નરોડા વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં નરોડા પોલીસ જોડે સેટીંગ હોવાનો બુટલેગરોનો વીડિયો વાઇરલ થયો હતો ત્યારે શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો એક વીડિયો વાઇરલ થયો હતો, જેને લઈ શાહીબાગ પોલીસની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને પોલીસે જુના ઠાકોરવાસમાં દેશી દારૂ સાથે એક વ્યક્તિને પકડી ગુનો નોંધી દીધો હતો.

દેશી દારૂ વેચાતા અંગે વીડિયો વાઇરલ થયો

બીજા વીડિયોમાં ડી સ્ટાફ પોલીસકર્મીઓ ઇંગ્લિશ દારૂની રેડ કરવા ગયા ત્યારે સ્થાનિકોએ દેશી દારૂમાં રેડ કરો તેવી રીતે કહી ભગાડ્યા હતા. વીડિયો મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી જાડેજાએ CN24NEWS સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દેશી દારૂ વેચાતા અંગે વીડિયો વાઇરલ થયો છે તે બાબતે તપાસ ચાલુ કરી છે જો પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવશે.

દેશી દારૂ વેચાય છે અને પોલીસ રેડ કરવા જતી નથી

વીડિયોમાં જે રીતે લોકો શાહીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બીજે દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં જાઓ રેડ કરવા તેમ કહે છે તેના પરથી લાગી રહ્યું છે કે લોકોને પણ ખ્યાલ છે કે શાહીબાગમાં દેશી દારૂ વેચાય છે અને તે મામલે પોલીસ રેડ કરવા જતી નથી. નરોડા વિસ્તારમાં પણ દેશી દારૂ વેચાતો હતો તેમાં પોલીસનું સેટીંગ હોવાનું કહેતા હતા. જે મામલે DCP ઝોન 4એ તપાસ સોંપી હતી જો કે કાર્યવાહી થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here