દિયોદર : પોલીસકર્મીઓનું જાલોઢા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરાયું સન્માન.

0
82
રાજ્ય માં કોરોના વાઈરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારી માં આરોગ્ય વિભાગ અને પોલીસ જવાનો તેમજ પત્રકાર મિત્રો ખડેપગે રહી કોરોના વાઇરસ સામે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.જેમાં આજે દિયોદર પોલીસ જવાનનું જાલોઢા ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરસિંહ વાઘેલા દ્વારા કોરોના વાઇરસ વચ્ચે ખડેપગે રહેનાર પોલીસકર્મીઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. જો કે ઈશ્વર સિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોની વચ્ચે રહી પોલીસ જવાનો ખડેપગે રહી સેવા આપી તેવા પોલીસ કર્મી ને સન્માન કરવાનો મોકો મળ્યો તેનો હું આભારી છું. પોલીસ જવાનો દ્વારા લોકડાઉનમાં દિયોદરમાં સતત સેવા પૂરી પાડી રહ્યા છે.
તો બીજી બાજુ દિયોદર IPS અભય કુમાર સોની એ જણાવ્યું હતું કે જાલોઢા ગ્રામ પંચાયત દ્વારા દિયોદર ના પોલીસ જવાનો નું જે સન્માન કર્યું એ બદલ સરપંચ તેમજ તેમની ટિમ ને આભાર માનું છું જો. કે લોકડાઉન માં દિયોદર વિસ્તાર ના લોકો ની સાથ સહકાર સારો મળી રહ્યો તે બદલ દિયોદર તાલુકા નો આભાર માનું છું. (અભય સોની , IPS અધિકારી દિયોદર )
લોકડાઉન વચ્ચે સ્થાનિક પ્રજાનો સાથ સહકાર મળ્યો છે અને પોલીસકર્મીનું સન્માન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે લોકો ની વચ્ચે રહી પોલીસ  જવાનો ખડેપગે રહી સેવા આપી તેવા પોલીસ કર્મી ને સન્માન કરવાનો મોકો મળ્યો તેનો હું આભારી છું. ( ઈશ્વરસિંહ વાધેલા, સરપંચ જાલોઢા ગ્રામ પંચાયત )
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here