નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ભારતનું પ્રથમ સ્વદેશી ડિજિટલ એસેટ મેનેજમેન્ટપ્લેટફોર્મ ડિજિબોક્સ લોન્ચ કર્યું.

0
0

લિક્વિડ એશિયાના મેનેજીંગ ડિરેક્ટર અર્નબ મિત્રાએ કોન્સેપ્ટ ગ્રુપના આશિષ જાલન અને વિવેક સુચાંતી સાથે મળીને શરુ અને પ્રમોટ કરેલા ટેક સ્ટાર્ટઅપ ભારતના પ્રથમ સ્વદેશી ડિજિટલ એસેટ મેનેજમેન્ટપ્લેટફોર્મ ડિજિબોક્સ (DigiBoxx™)નું નીતિ આયોગના CEO અમિતાભ કાંતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે અમિતાભ કાંતે એક એકાઉન્ટ માટે સાઈન અપ કર્યું હતું, જે સાથે તેઓ ડિજિબોક્સના પ્રથમ યુઝર બન્યા હતા. આ પ્લેટફોર્મ એક ભારતીય ડિજિટલ ફાઈલ સ્ટોરેજ, શેરિંગ અને મેનેજમેન્ટ સાસ (SaaS) પ્રોડક્ટ છે કે જે બિઝનેસ તેમજ વ્યક્તિગત યુઝર્સ માટે સ્ટોરેજ વિકલ્પો પૂરા પાડે છે.

ભારતીયો ડેટા સ્ટોરેજ બાબતે સજાગ

અમિતાભ કાંતે કહ્યું હતું કે, ‘ભારતીયટેક ઉદ્યોગો તમામ સ્તરે વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બની શકે છે અને ડિજિબોક્સ તેનું ઉદાહરણ છે. તે ઈન્ડિયા ઈન્કો.ની તમામ જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે અને સાથે-સાથે હજી સુધી જ્યાં ખાસ ખેડાણ નથી થયું તે MSME ક્ષેત્રની ખાઈને પણ પૂરે છે. હવે મોટાભાગના ભારતીયો સુરક્ષાને લગતા જોખમો તેમજ ડેટા લોકલાઈઝેશનની ચિંતાઓ વિના ભારતમાં જ સ્ટોર, સેવ અને શેર કરી શકે છે. મનેઆશા છે કે, આત્મનિર્ભર બારતના પરિદૃશ્યની દિશામાં ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા આવા ઘણા વધુ નવતર સંશોધનોની આ એક શુભ શરૂઆત છે.

ભવિષ્યમાં 5000થી વધુ ઈજનેરોને નોકરી મળશે

ડિજિબોક્સના ચેરમેન વિવેક સુચાંતીએ જણાવ્યું કે, અમે સરકારના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર અભિયાનને વાસ્તવિકતામાં તબદિલ કરવા કટિબદ્ધ છીએ. ડિજિબોક્સ થકી અમે ડેટા રક્ષણ પૂરુંપાડીને ભારતમાં ડિજિટલ જોડાણ ફલક ક્ષેત્રે વૃદ્ધિમાં યોગદાન આપવા ઉત્સુક છીએ. કંપનીનો ઉદ્દેશ આગામી 3 વર્ષમાં 1 કરોડ યુઝર્સનેસાઈન અપ કરવાનો તેમજ સ્થાનિક સ્તરે 5000થી વધુ ઈજનેરોને નોકરીએ રાખવાનો છે.

ડેટાને રિયલ-ટાઈમમાં મોનીટર કરી શકાશે

ડિજિબોક્સના CEO અરનબ મિત્રાએ જણાવ્યું કે, ‘‘ડિજિબોક્સ માત્ર ડેટા સેવ કરવામાં અને ક્યાંયથી પણ પહોંચ મેળવામાં જ મદદનથી કરતું, પરંતુ ભાગીદારો, સોશિયલ મીડિયા પેજીસ સાથે ડેટાના સીમલેસ શેરિંગની સાથે જે-તે ડોક્યુમેન્ટના એડમિન રાઈટ્સને પણ જાળવી રાખવામાં મદદ કરે છે. માટે, તેનાથી રિયલ-ટાઈમમાં ડેટા સુધી પહોંચ ધરાવનારાને સેવ, કંટ્રોલ અને મોનિટર કરી શકાશે. ડિજિબોક્સ એ તમામ સુવિધા-સજ્જ ડિજિટલસ્ટોરેજ ક્લાઉડ છે કે જે તમામ ભારતીયો માટે ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here