રાજસ્થાનનો રાજકીય ડ્રામા : પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું 9 દિવસમાં પહેલું નિવેદન- કોંગ્રેસના આંતરિક વિવાદનું નુકસાન રાજ્યની જનતા ભોગવી રહી છે

0
12

જયપુર. રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ અંગે પૂર્વ મુખ્યંત્રી વસુંધરા રાજેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે કોંગ્રેસનો આંતરિક વિવાદનું નુકસાન રાજ્યની જનતા ભોગવી રહી છે.આ પહેલા તેમની પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનો સાથ આપવાનો આરોપ લાગ્યો હતો. RLPના નેતા હનુમાન બેનીવાલે ગુરુવારે કહ્યું હતું કે, તે(વસુંધરા) ગેહલોત સરકારને બચાવી રહી છે.પાયલટ જૂથે પણ તેમની પર આરોપ લગાવ્યા હતા.

અપડેટ્સ

 • અશોક સિંહ અને ભરત મલાનીના વોઈસ સેમ્પલની તપાસ માટે SOGએ કોર્ટમાં અરજી કરી છે. જો મંજૂરી મળશે તો સેમ્પલ લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
 • કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ જણાવ્યું કે, રાજસ્થાન સ્પેશ્યલ ઓપરેશનની ટીમને ભાજપ સરકારની હરિયાણા પોલીસે ત્યા સુધી રાહ જોવા માટે કહ્યું, જ્યાં સુધી માનસેરમાં રોકાયેલા ધારાસભ્યો બીજી જગ્યાએ ન જતા રહે.
 • સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ શનિવારે કહ્યું કે, હું ભાજપના 19 ધારાસભ્યોને મુક્ત થવાનો પડકાર આપું છું. આવું કરતાં જ તે બધા લોકો કોંગ્રેસમાં પરત આવી જશે.

રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણ અંગે ચાલી રહેલા ફોન ટેપિંગ અંગે ભાજપે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, શું સત્તાવાર રીતે ફોન રેકોર્ડ કરાયા છે? શું સરકારે પોતાને બચાવવા માટે ગેરકાયદે પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? તેની તપાસ CBI પાસે કરાવવી જોઈએ. ઓડિયો ટેપ ગુરુવારે રાતે સામે આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે, આમા સરકાર પાડવા અંગેની વાતચીત કરાઈ છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, 2018માં જ્યારે રાજસ્થાન સરકાર બની રહી હતી ત્યારથી ગેહલોત અને પાયલટ જૂથમાં રસ્તા પર લડાઈ ચાલી રહી છે. ગેહલોતના સીએમ બન્યા પછી કોંગ્રેસમાં કોલ્ડ વોરની સ્થિતિ બની છે. ગેહલોતે પોતે મીડિયા સામે કહ્યું છે કે 18 મહિનાથી સીએમ અને ડે.સીએમ વચ્ચે વાત નહોતી થતી. ત્યારપછી તમે જોયું કે વાત હાઈકમાન સુધી પહોંચી ગઈ. હાઈકમાનથી હાઈકોર્ટ સુધી પહોંચી. ગેહલોત કહે છે કે કોઈ દેખાવે સારો હોય સારી બાઈટ આપે તો તેને સારા નેતા ન ગણી લેવાય. આ બધુ કાવતરુ કોંગ્રેસમાં જ રચવામાં આવી રહ્યું હતું.

માયાવતીએ ગેહલોત પર પ્રહાર કર્યા 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાનની રાજકીય ખેંચતાણ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કર્યા છે. માયાવતીએ રાજસ્થાનની રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં રાજકીય વિરોધો અને ખેંચતાણને રાજ્યપાલ ધ્યાનમાં લે. તેમને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરવી જોઈએ. જેથી રાજ્યમાં લોકતંત્રની વધારે ખરાબ સ્થિતિ ન થાય.

બસપા પ્રમુખે ટ્વિટમાં કહ્યું છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલાં પક્ષ પલટાનો કાયદો તોડ્યો હતો. બસપા સાથે સતત બીજી વાર દગાખોરી કરી હતી અને અમારી પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. હવે જગજાહેર રીતે તેઓ ફોન ટેપ કરાવીને વધુ એક ગેરકાયદે અને ગેરબંધારણીય કામ કરી રહ્યા છે.

ભાજપના ગેહલોત સરકારને 6 સવાલ 

 • શું સત્તાવાર રીતે ફોન રેકોર્ડ કરાયા?
 •  ફોન રેકોર્ડ કરવામાં આવ્યા છે તો શું આ સંવેદનશીલ વાત નથી?
 • જો ફેન રેકોર્ડ થયા છે તો આના માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ(SOP)નું પાલન કરવામાં આવ્યું?
 • શું ગેહલોત સરકારે પોતાને બચાવવા માટે આ ઓડિયો ટેપનો પ્રોપેગેન્ડા ઊભો નથી કર્યો?
 • શું રાજસ્થાનમાં કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરાઈ રહ્યો છે?
 • શું અપ્રત્યક્ષ રીતે રાજસ્થાનમાં ઈમરજન્સી નથી લાગી?

ભાજપ નેતા સંજય જૈનની ધરપકડ 

તો આ તરફ ધારાસભ્યોના ખરીદ-વેચાણ અને સરકાર પાડવાના કાવતરાના આરોપમાં સંજય જૈન ઉર્ફ સંજય બરડિયાની રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, સંજયની IPCની કલમ 124A અને 120B હેઠળ ધરપકડ કરાઈ છે. આ કેસમાં સંજય સિવાય ગજેન્દ્રસિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા પર રાજદ્રોહનો કેસ કરવામાં આવયો છે. આ પહેલા પોલીસે 10 જુલાઈએ ઉદેયપુરના અશોક અને બ્યાવરના ભરતની ધરપકડ કરી હતી.

CMના OSDએ 3 ઓડિયો જાહેર કર્યા 

 • ધારાસભ્યોના ખરીદ વેચાણ સાથે જોડાયેલા 3 ઓડિયો વાઈરલ કર્યાના એક દિવસ પછી શુક્રવારે રાજ્યના રાજકારણમાં 4 મોટા ઘટનાક્રમ થયા છે. ઓડિયોને CMના OSDએ જાહેર કર્યો છે.
 • પહેલો- મહેશ જોશીની ફરિયાદ પર SOG અને એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ઓડિયોમાં સામેલ ગજેન્દ્રસિંહ, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને દલાલ સંજય પર રાજદ્રોહનો કેસ કર્યો.
 • બીજોઃ ઓડિયો સામે આવ્યા પછી કોંગ્રેસ ધારાસભ્ય વિશ્વેન્દ્ર સિંહ અને ભંવરલાલ શર્માને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
 • ત્રીજોઃ ભાજપ પણ મોડી રાતે જયપુરના અશોક નગર પોલીસસ્ટેશન પહોંચ્યો હતો. ફરિયાદમાં કહ્યું-ઓડિયો ખોટો છે
 • ચોથો- SOCની ટીમ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની પુછપરછ માટે માનસેર પહોંચી છે. હરિયાણા પોલીસે ઘુસવા નહોંતી દીધી.એન્ટ્રી મળી તો ધારાસભ્ય ગાયબ થઈ ગયા. મળતી માહિતી પ્રમાણે, તેમને બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

એ લોકો જેમની વિરુદ્ધ કોંગ્રેસે કાર્યવાહીની માંગી કરાઈ

ગજેન્દ્ર સિંહઃ શુક્રવારે કરાયેલી FIRમાં ગજેન્દ્રસિંહનું નામ છે, પરંતુ ન તો તેમનું પદનામ અને ન તો અટક નોંધાયેલી છે. જે મહેશ જોશીની ફરિયાદ પર કેસ કરવામાં આવ્યો છે તે પોતે નથી જાણતા. SOG કહી રહી છે કે અમે પણ નથી ઓળખા. સંજયને પણ પુછીશું. બીજી બાજુ કોંગ્રેસ આ ગજેન્દ્રને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કહીને ભાજપ પર હુમલા કરી રહી છે.તો આ તરફ શેખાવતે કહ્યું કે, ઓડિયો ખોટો છે, આ કોંગ્રેસે બનાવેલો છે.

ભંવરલાલ શર્માઃ પાયલટ જૂથના ધારાસભ્ય છે. હાલ માનસેર ખાતે આવેલી હોટલમાં હોવાનું મનાઈ રહ્યું છે. ચુરુ જિલ્લાના સરદારશહેરથી ધારાસભ્ય છે. અખિલ ભારતીય બ્રાહ્મણ મહાશભાના અધ્યક્ષ પણ છે.

સંજય જૈનઃ બીકાનેરના લૂણકરણસર વિસ્તારના હોવાનું કહેવાઈ રહ્યું છે. અંદાજે 20 વર્ષ પહેલા તે જયપુર શિફ્ટ થયા હતા.સરદારશહેરના એક મોટા વેપારી ઘરાના સાથે તેમના સંબંધ છે. હોટલના બિઝનેસ સાથે જોડાયેલા હોવાના કારણે IAS અને IPS અધિકારીઓના સંપર્કમાં છે.

અત્યાર સુધી શું થયું?

10 જુલાઈઃ ધારાસભ્યોની ખરીદીના મામલામાં બે અપરાધીઓ વચ્ચે વાતચીત. સીએમ-ડે.સીએમ વચ્ચે રાજકીય ઝઘડાનો ઉલ્લેખ.ધારાસભ્ય મહેન્દ્રજીત સિંહ માલવીય અને રમિલા ખડિયાનું નામ લીધું.SOGએ કેસ નોંધ્યો.

11 જુલાઈઃ સચિન પાયલટ સહિત 12 ધારાસભ્ય મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દિલ્હીમાં હાઈકમાનને મળવા પહોંચ્યા. 3 અપક્ષ ધારાસભ્યો પર SBએ કેસ કર્યો. ગેહલોત, પાયલટ સહિત 15 ધારાસભ્યોને SOGની નોટિસ.

12 જુલાઈઃસચિન પાયલટે કહ્યું અમારી પાસે 30 ધારાસભ્ય છે. ગેહલોત સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જયપુર પહોંચ્યા.

13 જુલાઈઃ ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવાઈ. ડેપ્યુટી સીએમ પાયલટ, મંત્રી વિશ્વેન્દ્રસિંહ, રમેશમીણા સહિત 19 ધારાસભ્યો ગેરહાજર. ગેહલોત જૂથ રિસોર્ટમાં ગયું. પાયલટ જૂથ માનસેર હોટલ પહોંચ્યું.

14 જુલાઈઃ કોંગ્રેસ પાયલટને પ્રદેશાધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ, વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીણાને મંત્રીમંડળમાંથી બરતરફ કર્યા.

15 જુલાઈઃકોંગ્રેસે સ્પીકરને 19 ધારાસભ્યોના ધારાસભ્ય પક્ષની બેઠકમાં ન આવવાની ફરિયાદ કરી. સ્પીકરે નોટિસ આપી

16 જુલાઈઃસ્પીકરની નોટિસ વિરુદ્ધ પાયલટ જૂથ હાઈકોર્ટ પહોંચ્યું. સીએમના ઓએસડી લોકેશ શર્માએ હોર્સ ટ્રેડિંગનો ઓડિયો જાહેર કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here