Saturday, September 25, 2021
Homeરાજકીય ભવિષ્ય : પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ફેસબુક પર જાહેરાત કરી...
Array

રાજકીય ભવિષ્ય : પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ફેસબુક પર જાહેરાત કરી રાજકારણમાંથી સંન્યાસ લીધો

પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ફેસબુક પર જાહેરાત કરી રાજકારણમાંથી સંન્યાસ લીધો છે. તે પછી પશ્ચિમ બંગાળના રાજકારણ અને રાજ્યના બીજેપી યુનિટમાં ખળભળાટ મચી ગયો છે. કહેવાઈ રહ્યું છે કે સુપ્રિયોનો કદાચ આ રાજકીય બ્રેક હશે. તેઓ હાલ સંન્યાસ લે તેવુ લાગતુ નથી. આ વાત એ અંગે પણ ઈશારો કરે છે કે સુપ્રિયો આવનાર સમયમાં ટીએમસીમાં પણ જોડાઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવા કરવામાં આવ્યા છે કે સુપ્રિયોએ સીએમ મમતા બેનર્જીના કેટલાક નજીકના વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. આ બધાની વચ્ચે સુપ્રિયોએ રવિવારે જ ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. એક રિપોર્ટ મુજબ નડ્ડા સાથેની બેઠક દરમિયાન સુપ્રિયોને એવો અનુરોધ કરવામાં આવ્યો કે તે આ નિર્ણય પર પુર્નવિચાર કરે. સુપ્રિયોની પાર્ટી હાઈકમાનની સાથે આજે વધુ એક બેઠક થવાની શક્યતા છે. તે પછી તે અંતિમ નિર્ણય લેશે.

કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી હટાવવામાં આવ્યા હતા
આસનસોલમાંથી બે વખત સાંસદ સુપ્રિયો તે મંત્રીઓમાં સામેલ છે, જેમણે સાત જુલાઈએ એક મોટા ફેરબદલ અંતર્ગત કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી હટાવવામાં આવ્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસના અરૂપ બિસ્વાસની વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી લડી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંગાળ યુનિટના અધ્યક્ષ દિલીપ ધોષની સાથે તેમને વિધાનસભા ચૂંટણી થઈ તે પહેલેથી અણબનાવ છે. જ્યારે તેમને મંત્રીપરિષદમાંથી હટાવવામાં આવ્યા તો તેમણે આ નિર્ણય લીધો. જો સુપ્રિયો લોકસભાના સભ્યમાંથી પણ રાજીનામુ આપે છે તો ભાજપ માટે આ બેવડો ઝટકો હશે. ગત મહિને ભાજપનું ઉપાધ્યક્ષનું પદ છોડીને ટીએમસીમાં પરત જનાર મુકુલ રોયના કારણે પહેલા જ બીજેપીને નુકસાન થયું છે.

પેટાચૂંટણીમાં ભાજપ હારે તેવી શક્યતા?
પાર્ટીને લાગી રહ્યું છે કે જો લોકસભા પેટાચૂંટણીમાં તે ટીએમસીના હાથે હારી ગઈ તો તેની અસર પાર્ટી પર પડશે. તાજેતરમાં જ ઉત્તર 24 પરગનામાં બીજેપીના ધારાસભ્યોની એક બેઠક થઈ હતી. તેમાં ત્રણ ધારાસભ્યો દૂર રહ્યાં હતા. હવે બીજેપીને લાગી રહ્યું છે કે આ બધા ટીએમસીમાં જઈ શકે છે. રિપોર્ટ મુજબ સુપ્રિયોએ ટીએમસીના ઘણા મહત્ત્વના નેતાઓ સાથે મુલાકાત કરી. જોકે ટીએમસી તરફથી એવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી. સૂત્રોનું માનવું છે કે બેનર્જીના ખાસ નેતાઓની સાથે સુપ્રિયોની બે વખત વાતચીત થઈ ચુકી છે.

રવિવારે સુપ્રિયો ભાજપ નેતાઓને મળ્યા
રવિવારે ભાજપના ટોપ નેતાઓ સાથેની મુલાકાત પછી સુપ્રિયોએ કહ્યું કે પોતાના આગામી પગલા વિશે તેમણે કોઈ નિર્ણય લીધો નથી. સાંસદે કહ્યું કે ભવિષ્યમાં હું શું કરીશ તે તો સમય જ બતાવશે. ટીએમસી પ્રવક્તા કૃષાલ ધોષે સુપ્રિયાના આ દાવાને નાટક ગણાવ્યું છે અને કહ્યું તેમનામાં સાંસદ પદ છોડવાની હિંમ્મત નથી. જોકે આ અંગે કટાક્ષ કરતા સાંસદે કહ્યું મેં પહેલા જ લોકસભા અધ્યક્ષ પાસે સમય માંગ્યો છે કારણ કે મારા નિર્ણય પહેલા તેમની સહમતિ જરૂરી છે.

તેમણે કહ્યું હું ગઈકાલે રાતે જ પોતાની પાર્ટીના શીર્ષ નેતૃત્વને મળ્યો છું. જોકે એ તો આવનારો સમય જ બતાવશે કે મારુ ભવિષ્યનું પગલુ શું હશે. બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ધોષ પર નિશાન સાધતા સુપ્રિયોએ કહ્યું કે તેમને તે લોકો સાથે કોઈ લેવા-દેવા નથી કે જે મિશ્ર વિચાર ધરાવે છે. પછી ભલે તે કોઈ પણ ગ્રુપના હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments