રાજસ્થાનની રાજકીય ખેંચતાણ : ગેહલોત જૂથના 4 MLAs આજે જેસલમેર પહોંચશે; હોર્સ ટ્રેડિંગની બીકથી જયપુરથી 570 કિમી દૂર કિલ્લામાં આશરો લીધો

0
4

જયપુર. રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજસ્થાન સરકાર જયપુરથી જેસલમેર શિફ્ટ થઈ ગઈ છે. હોર્સ ટ્રેડિંગના જોખમને કારણે મુખ્યમંત્રી ગેહલોતે તેમના જૂથના ધારાસભ્યોને રાજધાની જયપુરથી 570 કિમી દૂર જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં પહોંચાડી દીધા છે. પોતે ગેહલોત 15 મંત્રી અને 73 ધારાસભ્યો સહિત કુલ 88 ધારાસભ્ય શુક્રવારે શિફ્ટ થયા છે. 4 ધારાસભ્યોની આજે જેસલમેર પહોંચવાની અને ગેહલતોના જયપુર પાછા આવવાની શક્યતા છે.

વિધાનસભા સત્ર 14 ઓગસ્ટથી, ધારાસભ્ય એ દિવસે પાછા આવશે
ગેહલોતના 6 મંત્રીઓ સહિત 14 ધારાસભ્ય હાલ બહાર છે. જેમાં બિમાર 3 MLA- પરસરામ મોરદિયા, માસ્ટર ભંવરલાલ મેઘવાલ અને બાબૂલાલ બૈરવા છે. 6 મંત્રીઓ, 3 બિમાર ધારાસભ્યો અને સ્પીકરને બાદ કરતા ગેહલોત જૂથના બાકીના 4 ધારાસભ્યો આજે જેસલમેર પહોંચે તેવી શક્યતા છે. વિધાનસભા સત્ર 14 ઓગસ્ટે શરૂ થશે. ત્યા સુધી ધારાસભ્યોના જેસલમેરમાં જ રહેવાની આશા છે.

જયપુર શા માટે છોડ્યુ, જેસલમેર કેમ પસંદ કર્યુંઃ પાંચ કારણ
1. કેન્દ્રીય એજન્સીઓ જયપુરમાં વધારે સક્રિય થઈ રહી હતી. મળતી માહિતી પ્રમાણે સરકારને ફેયરમોન્ટ હોટલ- જ્યાં ગેહલોત જૂથના ધારાસભ્ય 18 દિવસ માટે રોકાયા, એ હોટલમાં મોટી કાર્યવાહી થવાની શંકા હતી.
2. જયપુરમાં વાડાબંધી વાળા સ્થળે ધરણા-દેખાવો શરૂ થઈ ગયા હતા. સરકાર એવી જગ્યા ઈચ્છતી હતી, જ્યાં અવર જવર ઓછી હોય.
3. જયપુરમાં ધારાસભ્યોના ઘરવાળા અને સગા વ્હાલાઓ પણ અવર જવર કરવા લાગ્યા હતા. સરકાર આવું નહોતી ઈચ્છતી
4. જયપુરથી વાડાબંધીથી સવાઈ માધોપુર અને અન્ય સ્થળો પર શિફ્ટ કરવા અંગે પણ વિચાર થયો, પણ બોર્ડર વિસ્તાર હોવાના કારણે અને બહારના લોકો સરળતાથી ન આવી શકે એટલા માટે જેસલમેર પસંદ કર્યું.
5. મળતી માહિતી પ્રમાણે, જેસલમેરની તનોટ માતામાં ગેહલોતને આસ્થા છે. ધારાસભ્યોને માતાના દર્શન કરાવવાની તૈયારી છે.

સરકાર જેસલમેરમાં છે તો…શું જનતાના કામ પર અસર પડશે?
આ અંગે મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, હું જયપુરમાં રહીશ. મંત્રી પણ અહીંયા રહેશે. મોટાભાગના લોકો આવતા જતા રહેશે. કામકાજમાં કોઈ બાંધછૂટ નહીં થાય. કોરોના માટે રોજ વીડિયો કોન્ફરન્સ કરી રહ્યો છું. કાયદા વ્યવસ્થા જાળવી રાખી છે પણ સરકાર બચાવવી પણ જરૂરી છે.
અપડેટ્સ
ધારાસભ્યોના ખરીદ વેચાણના કેસમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહના વોઈસ સેમ્પલ લેવા માટે SOGએ શુક્રવારે CMM કોર્ટમાં અરજી કરી હતી. ધારાસભ્ય ભંવરલાલ શર્માના વોઈસ સેમ્પલ પણ લેવાશે. SOGએ કહ્યું કે, ધારાસભ્યોની ખરીદ વેચાણનો વાઈરલ ઓડિયોનો FSL રિપોર્ટ આવી ગયો છે. અત્યાર સુધીની તપાસને આધારે મંત્રી અને ધારાસભ્યના વોઈસ સેમ્પલ લેવા યોગ્ય રહેશે.