Holi 2020: રાજનેતાઓ હોળીના રંગમાં રંગાયા, આ મંદિરોમાં હોળીના પર્વની ઉજવણી

0
10

(Holi 2020)નો બીજો દિવસ એટલ ધૂળેટી, ધૂળેટી એટલે રંગોત્સવનો પર્વ. ધૂળેટીના દિવસે સૌ કોઈ એકબીજા પર અબીલ, એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસૂડાના રંગો છાંટીને રંગોત્સવ ઉજવવાની પરંપરા છે. લોકો આ દિવસે લાલ, પીળા, લીલા, વાદળી કલરથી પણ એકબીજાને રંગીને પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે. રંગોની વર્ષામાં તરબોળ થઈને ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. બાળકો પીચકારી અને નાના ફૂગ્ગા સાથે મિત્રો મસ્તીભરી એક બીજા પર પાણી છાંટી ભીંજવવાનો આનંદ લે છે. લોકો દિવસભર એકબીજાને રંગોથી રંગીને ઉત્સવ ઉજવે છે. અનેક લોકો કેમીકલ રંગોનો ઉપયોગ કરતા હોય છે. જોકે કેમીકલ વાળા રંગો સ્વાસ્થ્યને હાનીકારક હોય છે. આ અંગે છેલ્લા કેટલાક વર્ષોથી જાગૃતિ ફેલાતા અનેક લોકો કાચા રંગો અને ઈકો ફ્રેન્ડલી રંગો તરફ વળ્યા છે.

ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મંદિરમાં ધૂળેટીના પર્વની ઉજવણી

દેશભરના મંદિરોમાં ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મંદિરમાં પણ ધૂળેટીના પર્વની ઉજવણી થઈ છે. મંદિરમાં શિવલિંગ પર અબીલ ગુલાલની છોળો ઉડાવવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર રંગો ઉડાડવામાં આવ્યા હતા અને વિશેષ પૂજા વિધિ પણ કરવામાં આવી છે.

Holi 2020: યોગી આદિત્યનાથે કરી ધૂળેટીના પર્વની ઉજવણી

તો આ તરફ સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુર ખાતેના મઠમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. તેઓએ ગોરખપુર મઠમાં વિશેષ પૂજા અર્ચન કર્યા બાદ માથા પર રંગો લગાવ્યા હતા. મઠના અન્ય સાધુ સંતોએ પણ યોગી આદિત્યનાથને તિલક કરીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી.

Holi 2020: પૂર્વ સીએમ શિવરાજસિંહ ધૂળેટી ઉજવી

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ સીએમ શિવરાજસિંહ ધૂળેટીના ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને તેઓ રાજકીય સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા તેને કોંગ્રેસનો આંતરિક મામલો ગણાવ્યો હતો. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં આવવાની અટકળો વચ્ચે ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ સૂચનક નિવેદ આપ્યુ છે.તેઓ કહ્યુ કે ભાજપમાં આવનારાઓનું સ્વાગત છે.

Holi 2020: બાંકેબિહારી મંદિરમાં રંગોના પર્વની ઉજવણી

તો આ તરફ યુપીના મથુરામાં પણ ભારે ઉત્સાહથી રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી છે. બાંકેબિહારી લાલના મંદિરમાં અબીલ-ગુલાલ સહિતના રંગોની છોળો ઉડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here