રાજકારણ : રાજસ્થાનમાં સચિનની વાપસી બાદ મોટા ઉલટફેર, નવા પ્રભારી સાથે નવી કમિટી

0
4

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટની રાજસ્થાનમાં વાપસી બાદ કોંગ્રેસે રવિવારે રાજ્યમાં મોટા ફેરબદલનું એલાન કર્યું છે. જે અંતર્ગત રાજસ્થાનના પ્રભારી મહાસિચવ અવિનાશ પાંડેને હટાવીને અજય માકનને પ્રભારી મહાસચિવ બનાવી દીધા છે.

ત્રણ સભ્યોની કમિટી બનાવી

તાજેતરમાં જ સૂત્રો તરફથી માહિતી મળી હતી કે પાયલટે કોંગ્રેસ હાઇકમાનને અવિનાશ પાંડેને હટાવવાની માંગણી કરી હતી. આ સાથે જ કોંગ્રેસે રાજસ્થાન માટે ત્રણ સભ્યોની કમિટીની પણ રચના કરી છે. આ કમિટીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકનને સામેલ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં ગૂંચાયુ હતું રાજકીય કોકડુ

કમિટી રાજસ્થાન કોંગ્રેસમાં તાજેતરમાં બનેલા ઘટનાક્રમમાં વિવાદો અને ફરિયાદોને ઉકેલવાનું કામ કરશે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે ગત મહિને સીએમ અશોક ગેહલોતની વિરૂદ્ધ બળવો કર્યો હતો. જે બાદ તેઓ પોતાના જૂથના ધારાસભ્યોને લઇને માનેસરમાં રોકાયા હતા. એક મહિના સુધી ચાલેલા વિવાદ બાદ પાયલટે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે બાદ સચિન પાયલટની કોંગ્રેસમાં વાપસી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here