Thursday, April 18, 2024
Homeરાજનીતિ : કોંગ્રેસનો પ્રહાર : મોદી સરકાર તો બધુ વેચી રહી છે,...
Array

રાજનીતિ : કોંગ્રેસનો પ્રહાર : મોદી સરકાર તો બધુ વેચી રહી છે, આત્મનિર્ભર ભારત તો…

- Advertisement -

સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના સંબોધન પછી કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે શું સરકાર લોકશાહીમાં વિશ્વાસ કરે છે? તેના વિશે વિચારવાની જરૂર છે.

કોંગ્રેસે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે શું સરકાર લોકશાહીમાં માને છે? આપણે આ વિશે વિચારવાની જરૂર છે. આત્મનિર્ભર ભારતની સ્થાપના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કરી હતી.

આત્મનિર્ભર ભારતની તો જવાહરલાલ નેહરુએ શરૂ કરી દીધું હતું : કોંગ્રેસ

કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે સરકાર લોકશાહીમાં માને છે? તેના વિશે આપણે વિચારવાની જરૂર છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ આત્મનિર્ભર ભારતની સ્થાપના કરી. પરંતુ આ સરકારે બધુ વેચી દીધું.

લાલ કિલ્લાથી PM મોદીની આત્મનિર્ભરની બ્લૂપ્રિન્ટ

મહત્વનું છે કે 74મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી આત્મનિર્ભર ભારતનું બ્લુપ્રિન્ટ રજૂ કર્યું હતું. મોદીએ કહ્યું કે થોડા મહિના પહેલા સુધી આપણે વિદેશથી N-95 માસ્ક, PPE કિટ્સ, વેન્ટિલેટર મંગાવતા હતા. આજે, આ દરેક વસ્તુને લઈને ભારત ફક્ત પોતાની જરૂરિયાતો જ પૂર્ણ નથી કરી રહ્યું પરંતુ અન્ય દેશોની મદદ માટે પણ આગળ આવ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, એક સમય હતો જ્યારે દેશમાં આપણી કૃષિ પ્રણાલી ખૂબ પછાત હતી. ત્યારે સૌથી મોટી ચિંતા એ હતી કે દેશવાસીઓનું પેટ કેવી રીતે ભરવું. આજે, જ્યારે આપણે ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોને ખવડાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતનો અર્થ ફક્ત આયાત ઘટાડવી જ નહીં પણ તેની ક્ષમતાઓ, સર્જનાત્મકતા, તેની કુશળતામાં વધારો કરવો પણ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે દેશની ગરીબોના જન ધન ખાતામાં હજારો-કરોડો રૂપિયા સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે. કોઈ વિચારી શકતું હતું કે ખેડૂતોના કલ્યાણ માટે APMC કાયદામાં આટલો મોટો બદલાવ થશે. વન નેશન, વન ટૅક્સ, ઈન્સોલવન્સી અને બેંકરપ્સી કોડ, બૅંકોનું મર્જર આજે દેશની હકીકત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular