Tuesday, February 11, 2025
Homeરાજનીતિ : દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- મોદી સરકારે SC-STના શિક્ષણના ફંડમાં કર્યો...
Array

રાજનીતિ : દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- મોદી સરકારે SC-STના શિક્ષણના ફંડમાં કર્યો ઘટાડો

- Advertisement -

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિથી આવતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓના સેકન્ડરી અને હાયર એજ્યૂકેશન પર ખર્ચ કરવામાં આવતા ભંડોળમાં ઘટાડો કર્યો છે. દલિત અને આદિવાસી અધિકારો માટે કામ કરતા સમૂહોના આકલનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

દલિત આર્થિક અધિકાર આંદોલનની બીના પલિકલ અનુસાર, એસસી સ્ટૂડેન્ટ્સને મેટ્રિક બાદ મળતી સ્કોલરશિપ માટે આ વર્ષે બજેટમાં 2926 કરોડ રૂપિયાનું પ્રાવધાન છે. જ્યારે ગત વર્ષે આ રકમ 3000 કરોડ રૂપિયા હતી. પલિકલ મુજબ, એસટી સ્ટૂડેન્ટ્સ માટે મેટ્રિક બાદ મળતી સ્કોલરશિપમાં 2018-19માં 1643 કરોડ રૂપિયાના ફંડનું પ્રાવધાન હતું. જે આ વર્ષે 1613 કરોડ રૂપિયા છે.

સંગઠન મુજબ, પીએચડી અને તેના બાદના કોર્સિસ માટે ફેલોશિપ અને સ્કોલરશિપમાં 2014-2015થી સતત ઘટાડો થયો છે. એ મુજબ, એસસી માટે આ રકમ 602 કરોડ રૂપિયા ઘટીને 283 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે એસટી સ્ટૂડેન્ટ્સ માટે તે 439 કરોડ રૂપિયાથી ઓછી થઇને 135 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ પ્રકારે યૂજીસી અને ઇગ્નૂમાં એસસી અને એસટી સમૂદાયના વિદ્યાર્થીઓ માટે હાયર એજ્યૂકેશન ફન્ડ્સમાં ક્રમશ: 23 ટકા થી 50 ટકાનો ઘટાડો કરાયો છે                                                                                                                     નેશનલ કેમ્પેન ઓન દલિત હ્યૂમન રાઇટ્સ મુજબ, સામાજિક કલ્યાણ મંત્રાલય માટેના ભંડોળમાં પણ ઘટાડો કરાયો છે. અનુસૂચિત જાતિના વિકાસમાં ઉપયોગ થનાર ફન્ડ્સમાં ઘટાડોનો ટ્રેન્ડ ગ્રામીણ વિકાસ સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય, સ્વચ્છ જળ અને સ્વચ્છતા મંત્રાલય વગેરેમાં પણ જોવા મળ્યો છે. એસટી સમુદાયની નજરથી કહીએ તો સૌથી ખરાબ હાલત સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય અને જળ અને સ્વચ્છતા મંત્રાલયની છે. આદિવાસી મામલાના મંત્રાલયના ફંડમાં નહિવત વધારો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular