રાજનીતિ : ઈશુદાન ગઢવી સુરતમાં પ્રવેશતાની સાથે જ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી

0
0

પત્રકાર ઈસુદાન ગઢવી બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી(આપ)માં જોડાયા છે. ત્યારે આજે સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરતમાં પ્રવેશતાની સાથે જ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જેમાં હાજર રહેલા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા માસ્ક વગર નજરે પડ્યા હતા. જેના કારણે ઈટાલીયાને માસ્ક પહેરવા માટે સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો મારો ચાલ્યો હતો. ઈશુદાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં આપનો પાયો સુરતમાં નખાયો જે ગાંધીનગર સુધી જશે.

અગ્નિકાંડની ઘટનાને લઇને સહાનુભૂતિ વ્યક્ત કરી
ઇશ્વરદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઇને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.તમામ મૃતક બાળકોને ન્યાય મળે તેવા પ્રયાસો કરવાની વાત પણ કરી હતી. ઇશ્વરદાન ગઢવીએ કહ્યું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટી રાજકીય રીતે ખૂબ જ સારી શરૂઆત કરી છે. આગામી દિવસોમાં સુરતના પ્રશ્નોના હલ કરવા માટે પણ સતત સ્થાનિક નેતાઓને ટીમ અને અમે સૌ મળીને પ્રયાસ કરીશું. લોકોએ વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને ટકાવી રાખવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું. ગુજરાતમાં આપનો પાયો સુરતમાં નખાયો જે ગાંધીનગર સુધી જશે.

આપના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું
આપના કાર્યકર્તાઓએ ઈશુદાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ઇશુદાન ગઢવી ને વધાવી લીધા હતા. ઈશુદાન ગઢવીના સમર્થકો તેમને મળવા માટે પહોંચ્યા હતા. રાજકીય પક્ષ સાથે જોડાયેલા કેટલાક લોકો પણ તેમને મળવા માટે આવ્યા હતા. પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં તેમની સાથે અનેક લોકો જોડાયેલા હતા. બિનરાજકીય સમર્થકો પણ મળવા આવ્યા હતા. મળવા આવનાર લોકોએ તેમને રાજકારણમાં પ્રવેશવા બદલ શુભકામનાઓ પણ આપી હતી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત જ જીતતા રહેવા માટે વિનંતી પણ કરી હતી.

ઈશુદાનના સ્વાગતમાં કાર્યકર્તાઓ ટોળે વળ્યા.
ઈશુદાનના સ્વાગતમાં કાર્યકર્તાઓ ટોળે વળ્યા.

માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો
ઈશુદાન ગઢવી તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. જ્યારે ઘણા કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા માસ્ક વિના જોવા મળ્યા હતા. આપ દ્વારા આ તમામનું સોશિયલ મીડિયામાં લાઈવ પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ ઈટાલીયાએ માસ્ક ન પહેર્યું હાવોના કારણે કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો.

કાર્યકર્તાઓ પણ માસ્ક વગર નજરે પડ્યા.
કાર્યકર્તાઓ પણ માસ્ક વગર નજરે પડ્યા.

ઈશુદાનની સુરત મુલાકાતનો કાર્યક્રમ

  • સવારે 11:00 વાગે સુરતમાં આગમન
  • સવારે 11:00 વાગે તક્ષશિલા અગ્નીકાંડના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ
  • સવારે 11:30 આમ આદમી પાર્ટી-સુરત સીમાડાનાકા કાર્યાલય ખાતે સ્વાગત..
  • સવારે 11:30 થી 1:30 સુધી કાર્યકર્તાઓ સાથે મિટિંગ
  • 4:00 વાગે AAPના નગરસેવકો સાથે મિટિંગ (સર્કીટ હાઉસ ખાતે)
  • 5:00 વાગે સર્કીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ
ઈશુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી.
ઈશુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here