કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારનું સંકટ વધતુ નજરે પડી રહ્યું છે. શનિવારે સરકાર પરનું આ સંકટ વધતુ જોવા મળ્યું કેમકે 12 ધારાસભ્યો રાજીનામા આપવા માટે વિધાનસભા પહોંચ્યા છે.
કર્ણાટકની ગઠબંધન સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. રાજીનામા આપવા પહોંચેલા ધારાસભ્યોમાં 9કોંગ્રેસના છે. જ્યારે 3 ધારાસભ્યો જનતા દળ સેક્યુલર (JDS)ના છે. રસપ્રદ વાત છે કે, મુખ્યમંત્રી કુમારસ્વામી હાલ અમેરિકાના પ્રવાસે છે.
જોકે, સ્પીકર વિધાનસભા હાજર નહોતા. એવામાં લાંબા સમયથી મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીની સરકાર પર તોડાઇ રહેલું સંકટે નવો રાજકીય વળાંક પર પહોંચ્યું છે. સૂત્રો અનુસાર જે ધારાસબ્યો હાલ વિધાનસભા સ્પીકર પાસે રાજીનામા આપવા પહોંચ્યા છે. એ તમામે પોતાનો મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો છે.
ગત વર્ષે થયેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70 અને જેડીએસને 35 બેઠકો પર જીત હાંસલ કરી ગઠબંધન સરકાર બનાવી હતી. જ્યારે બીજેપીએ 104 બેઠક જીતી હતી. આ પેહેલી વાર નથી કે જ્યારે કર્ણાટકમાં ગઠબંધન સરકાર બનાવી રાખવા માટે સંકટ તોળાઇ રહ્યું હોય.
આ ધારાસભ્ય રાજીનામુ આપવા પહોંચ્યા
1 મહેશ કુમ્થલી- કોંગ્રેસ
2 બી. સી. પાટિલ – કોંગ્રેસ
3 રમેશ જર્કીહોલી – કોંગ્રેસ
4 શિવરામ હેબ્બર – કોંગ્રેસ
5 પ્રતાપ ગૌડા – કોંગ્રેસ
6 સોમાશેખર – કોંગ્રેસ
7 મુનિરત્ના – કોંગ્રેસ
8 બિરાથી બસવરાજ – કોંગ્રેસ
9 રામાલિંગા રેડ્ડી – કોંગ્રેસ
10 એચ વિશ્વનાથલ – જેડીએસ
11 નારાયણ ગૌડા – જેડીએસ
12 ગોપાલિયા – જેડીએસ