Wednesday, September 28, 2022
Homeરાજકારણ : નવાઝ શરીફની દિકરી મરિયમ નવાઝે ઈમરાન ખાન પર આકરા પ્રહાર...
Array

રાજકારણ : નવાઝ શરીફની દિકરી મરિયમ નવાઝે ઈમરાન ખાન પર આકરા પ્રહાર કર્યાં

- Advertisement -

પાકિસ્તાનના ભૂતપુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની દિકરી મરિયમ નવાઝે રવિવારે ઈમરાન ખાન પર આકરા પ્રહાર કર્યાં છે. આ માટે તેમણે ભારતના ભૂતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મદદ લીધી છે. મરિયમે લાહોરમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના યુવા સમ્મેલનને સંબોધિત કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે ઉપજાવી કાઢવામાં આવેલા ખોટા કેસોમાં મારા પિતાને ફસાવી દેવામાં આવ્યા છે. તેમને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. પણ ઈમરાન સરકાર એ વાત ભૂલી ગઈ છે કે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર નવાઝ શરીફની દૂરદર્શિતાનું વિઝન છે.આ ઉપરાંત વાજપેયી અને મોદી પણ ઘરે ચાલીને આવ્યા, તે શરીફનું વિઝન છે. નવાઝ અત્યારે લંડનમાં છે અને મરિયમ પાર્ટીનું નૈતૃત્વ પણ કરી રહ્યા છે.

ખોટા કેસોમાં નવાઝને ફસાવવામાં આવ્યાઃ મરિયમ
મરિયમે કહ્યું કે નવાઝની હિંમ્મતને જુઓ, ઈમરાન ખાન પનામા લાવ્યા પણ મારા પિતા તેમની સામે ઝૂક્યાં નહીં. ત્યારબાદ રાજીનામુ આપવા કહ્યું. નવાઝે ન તો રાજીનામુ આપ્યું અને ન તો ઘરે ગયા.તેમની સામે ષડયંત્ર રચવામાં આવ્યું અને ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવ્યા. તેઓ પ્રજાને અગ્રિમતા આપનારા પ્રધાનમંત્રી રહ્યા છે. તારીખની ધારાને વાળનારા પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે.

વાજપેયી વર્ષ 1999 અને મોદી 2015માં પાકિસ્તાન ગયા હતા
વર્ષ 1999માં​​​​​​​ ​​​​​​​અટલ બિહારી વાજપેયી બસમાં ​​​​​​​ પાકિસ્તાન ગયા હતા. ત્યારે નવાજ શરીફ જ પ્રધાનમંત્રી હતા. PM મોદી જ્યારે અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ ઈસ્લામાબાદ આવ્યા હતા. તે દિવસે નવાઝ શરીફનો જન્મ દિવસ હતો. આ સંજોગોમાં સૌને આશ્ચર્ય થયું હતું. પ્રધાનમંત્રીએ નવાઝ શરીફના માતા માટે સાડી પણ લઈને આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular