તેલુગૂ દેશમ પાર્ટીના 4 સાસંદો અને ઇન્ડિયન નેશનલ લોક દળના એક સાસંદનું ભાજપમા જોડાવવાથી એનડીએને રાજ્યસભામાં ભારે બહુમતી મળી છે. બીજા 4 સાંસદ 5 જુલાઇ સુધી એનડીએનો ભાગ બનવાના છે. આવું થાય છે તો સત્તાધારી ગઠબંધન બહુમતની નજીક હશે.
તેલુગૂ દેશમ પાર્ટીના ચાર અને ઇન્ડિયન નેશનલ લોકદળના એક સંસદનું ભાજપમાં સામેલ થયા બાદ એનડીએનો દબદબો અહીંયા પણ વધી ગયો છે. રાજ્યસભામાં અત્યાર સુધી મોજી સરકારને બીલ પાસ કરાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે સુધી કે બીલ બહુમત ના થવાના કારણે સરકાર પાસ કરાવી શકી નથી. પરંતુ અહીંયા પણ સ્થિતિ બદલાવાની છે.
235 સભ્યોમાંથી રાજ્યસભામાં રવિવાર સુધી એનડીએના 111 સભ્યો થઇ ગયા છે. હજુ 10 સીટો ખાલી છે. જેમાંથી 4 સાંસદ 5 જુલાઇ સુધી એનડીએના ચૂંટાઇને આવવાની શક્યતા છે. એની સાથે જ આ આંકડો 115 થઇ જશે. કુલ 241 સભ્યોની સંખ્યામાં 115 સાસંદોના આંકડાનો અર્થ છે કે એનડીએની પાસે બહુમતથી માત્ર 6 સાંસદ ઓછા રહેશે. જો રાજ્યસભામાં કુલ 245 સાંસદ થઇ જાય છે તો પછી એનડીએનો પોતાના દમ પર 123 સાંસદોની જરૂર પડશે.
જો કે વર્તમાન રાજ્યસભામાં જો સરકારને બિન યૂપીએ દળ જેવા ટીઆરએસ, બીજેડી અને વાઇએસઆરસીપીનો સાથ મળે છે તો એના માટે કોઇ પણ બીલને પાસ કરાવવું અઘરું નહીં પડે.
રાજ્યસભાની 6 સીટો પર 5 જુલાઇએ ચૂંટણી થવાની છે. એમાંથી એક પર ભાજપની સહયોગી રામ વિલાસ પાસવાન નિર્વિરોધ પસંદ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગુજરાતની બે સીટો ભાજપના ખાતામાં જતી જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના રાજ્યસભાથી રાજીનામું આપ્યા બાદ અહીંયા સીટો ખાલી થઇ છે.