સર્ટિફિકેટ બાબતે રાજકારણ : બંગાળમાં વેક્સિન સર્ટિફિકેટ પર મોદીની જગ્યાએ મમતાનો ફોટો હશે

0
8

બંગાળમાં હવે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. બંગાળ સરકારે નિર્ણય લીધો છે કે ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં જે સર્ટિફિકેટ આપવામાં આવશે તેના પર વડાપ્રધાન મોદી નહીં પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો હશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બાબતે તૃણમૂલ-ભાજપમાં વિવાદ
બંગાળ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાબતે BJP ઉશ્કેરાયું છે. BJP પ્રવકતા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ વડાપ્રધાન પદની ગરિમાને પણ માની રહ્યું નથી. તે બંગાળમાં એક અલગ નિર્ભર દેશની જેમ વર્તન કરી રહ્યું છે. તૃણમૂલ તે માનવા તૈયાર નથી કે તે જ્યાં છે, તે ભારતનું જ રાજ્ય છે.

બંગાળમાં વેક્સિનેશન બાદ મમતાની તસવીર વાળા સર્ટિફિકેટ આપવામાં આવશે
​​​​​​​કોરોના વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીર અંગે ઘમસાણ મચ્યું છે. હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય દ્વારા યોજાનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં 18-44 વર્ષના લોકોને વેક્સિનેશન બાદ મુખ્યમંત્રી મમતાની તસવીર વાળા સર્ટિફિકેટ આપવામાં આવશે.

તૃણમૂલે ચુંટણી દરમિયાન​​​​​​​ પણ મુદ્દો ઉઠાવ્યો હતો
​​​​​​​તૃણમૂલ બંગાળે ચૂંટણી દરમિયાન પણ વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીના ફોટા બાબતે વાંધો દર્શાવ્યો હતો. તૃણમૂલે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન જણાવતા ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. પરંતુ, હવે તેને વેક્સિન સર્ટિફિકેટ પર મમતાનો ફોટો લગાવવા બાબતે કંઇ જ ખોટું નથી લાગી રહ્યું. તૃણમૂલ નેતા સૌગત રોયનું કહેવું છે કે જો તેઓ (BJP) આવું કરી શકે છે તો અમારી તરફથી પણ આવું કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here