આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાને ભલે પોતાના આતંકી આકાઓ હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહર વિરૂદ્ધ આતંકી ગતિવિધીઓ લઈને કાર્યવાહી શરૂ કરી હોય પણ પાકિસ્તાન માત્ર આ મામલે ડોળ કરી રહી છે.
હવે ફરીથી પાકિસ્તાને પોતાની વાત પરથી પલટી મારી છે. ભારતમાં થયેલા આતંકી હુમલા પાછળ સઈદ અને મસૂદનો હાથ હોવાની વાતથી પાકિસ્તાને ઈનકાર કર્યો છે. યૂએને જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પાછળ ઓસામા બિન લાદેન અને અલ કાયદાનો સહયોગી હોવાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાનના કાઉન્ટર ટેરર ડિપાર્ટમેન્ટ તરફથી મુંબઈ હુમલા સહિત અનેક આતંકી ઘટનાઓના માસ્ટરમાઈન્ડ લશ્કર એ તૈયબાના આકા હાફિઝ સઈદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં પણ ખૂબ જ ચાલાકી વાપરી છે. સઈદ અને તેની ચાર સંસ્થાઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં માત્ર ટેરર ફંડિંગનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તો સીટીડીના એક અધિકારીએ એવું પણ કહ્યું કે, ભારત અને અમેરિકાએ મુંબઈ હુમલામા સઈદનો હાથ હોવાનો દાવો કર્યો છે. પરંતુ રેકોર્ડમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ નથી. પાકિસ્તાનને મુંબઈ હુમલામાં સઈદની આગેવાનીવાળી લશ્કરે તૈયબાનો હાથ હોવાના પુરતા પુરાવા પણ આપ્યા છે.