કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (લોજપા) ના અધ્યક્ષ રામ વિલાસ પાસવાન રાજ્યસભા માટે કોઇપણ વિરોધ વિના ચૂંટાયા છે. ચૂંટણી અધિકારીએ શુક્રવારે રામવિલાસ પાસવાનને આ મામલે પ્રમાણપત્ર બિહાર વિધાનસભામાં સૌંપ્યું છે. પાસવાન જે બેઠકથી ચૂંટાયા છે. તેના પર સભ્ય પદનો સમયગાળો એપ્રિલ 2024 સુધી રહેશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પટના સાહિબ બેઠકથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભાની આ બેઠક ખાલી થઇ છે. રામવિલાસ પાસવાનને પ્રમાણપત્ર આપવા સમયે બિહારના ડેપ્યૂટી મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની સાથે બિહાર સરકારનના ઘણા મંત્રી હાજર રહ્યા હતા.બીજૂ જનતા દળના રાજ્યસભા ઉમેદવાર અમર પટનાયક અને શસ્મિત પાત્રા સહિત ભાજપા ઉમેદવાર અશ્વિની વૈષ્ણવ આ ત્રણેય સાંસદોને રાજ્યસભા સાંસદ ચૂંટવામાં આવ્યા છે.