પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું હાલ રાજ્યસભામાં પંહોચવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. છેલ્લા 27-28 વર્ષોમાં આ પહેલી વાર હશે જ્યારે મનમોહન સિંહ સંસદમાં નહીં હોય. કોંગ્રેસે ક્યારેય વિચાર્યુ નહીં હોય કે આવી સ્થિતિ આવશે કે મનમોહન સિંહ જેવા વરિષ્ઠ નેતા માટે પણ એકપણ સીટ સુરક્ષિત નહીં રાખી શકશે નહીં. એવું લાગી રહ્યું હતું કે તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસ માટે એક સીટ છોડી દેશે અને ત્યાંથી મનમોહન સિંહને રાજ્યસભા પહોંચાડી શકાશે. પરંતુ ડીએમકેએ સોમવારે પાર્ટીના બે ઉમેદવારના નામની ઘોષણા કરી નાંખી. આ સાથે ડીએમકેના સમર્થનમાં તમિલનાડુથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના રાજ્યસભા પહોંચવાની સંભાવનાઓ પર વિરામ લાગી ગયું છે.
ડીએમકેના અધ્યક્ષ સ્ટાલિને જાહેરાત કરી છે કે ત્રીજી બેઠક સહયોગી પાર્ટી એમડીએમકે માટે છોડવા જઇ રહી છે. જે વાઇકો દ્વારા ગઠિત પાર્ટી સાથે ચૂંટણી પૂર્વ સમજુતી હેઠળ થઇ રહ્યું છે. સ્ટાલિનના નિવેદન અનુસાર, પાર્ટી ટ્રેડ યૂનિયન નેતા એમ. શનમુગમ અને પી વિલ્સનને 18 જુલાઇએ દ્વિવાર્ષિક ચૂંટણી માટે નામાંકિત કરવામાં આવ્યા છે. સ્ટાલિને કહ્યું કે, ‘એમડીએમકેને અન્ય બે બેઠક ફાળવવામાં આવી છે’. ડીએમકેની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પૂર્વ એમડીએમકેને એક રાજ્યસભાની બેઠક ફાળવવા પર સમજુતી થઇ હતી.
આ બેઠક આવતા મહીને અન્નાદ્રમુકના ચાર અને દ્રમુકના એક અને ભાકપાના એક સભ્યના કાર્યકાળ પૂર્ણ થયા બાદ ખાલી થઇ રહી છે. રાજ્ય વિધાનસભામાં સત્તારૂઢ એઆઇએડીએમકે અને ડીએમકે બંને જ પોત-પોતાની સંખ્યાના આધારે ત્રણ-ત્રણ સાંસદોને રાજ્યસભામાં મોકલી શકે છે
શું જેડીએસ કરશે કોંગ્રેસની મદદ
આવતા વર્ષે 22 રાજ્યોની 72 બેઠકો પર જ્યારે રાજ્યસભા ચૂંટણી હશે ત્યારે કોંગ્રેસ પાસે એક તક હશે કે તે મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલી શકે પરંતુ એ માટે તેને જેડીએસની મદદ લેવી પડશે. પંરતુ તેમા પણ એક કોંગ્રેસ અને જેડીએસને મનમોહન સિંહ અથવા એચડી દેવગોડામાં કોઇ એકની પસંદગી કરવી પડશે.