Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકારણ - અમે સરકારને નહીં પાડીએ, તે જાતે પડી જશેઃ ફડણવીસ
Array

રાજકારણ – અમે સરકારને નહીં પાડીએ, તે જાતે પડી જશેઃ ફડણવીસ

ફાઇલ તસવીર

સીએન 24,ગુજરાત

મુંબઈઅમે સરકારને પાડીશું નહીં, તે જાતે પડી જશે, એમ વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું. કોરોના સાથે લડાઈમાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. આથી હવે રાહુલ ગાંધીએ પણ હાથ ઉપર કરી દીધા છે અને જવાબદારી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપી દીધી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.દરમિયાન કોરોનાના સંકટ સમયમાં કેન્દ્ર પાસેથી મહારાષ્ટ્રને પૂરતી મદદ મળતી નહીં હોવાનો આરોપ મહાવિકાસ આઘાડી સરકાર વારંવાર કરી રહી છે. મોદી સરકારે જીએસટી કરનો મહારાષ્ટ્રનો ફાળો આપ્યો નથી એવું પણ વારંવાર રાજ્ય સરકાર કહે છે.

ખેડૂત સન્માન યોજનાના માધ્યમથી રૂ. 1726 કરોડ આપવામાં આવ્યા
રાજ્ય સરકારના આ આરોપોનું ખંડન કરતાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે આંકડાવારી સાથે ઉત્તરો આપ્યા.કોરોનાના સંકટનો સામનો કરવા માટે કેન્દ્રએ રૂ. 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. કેન્દ્ર પાસેથી વિવિધ માર્ગે રાજ્યને મદદ મળી, પરંતુ તે છતાં કેન્દ્ર મદદ કરતી નથી એવું મહારાષ્ટ્ર વારંવાર આરોપ કરે છે. વાસ્તવમાં અન્ય રાજ્યની તુલનામાં મહારાષ્ટ્રને વધુ મળ્યું છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ગરીબોને અનાજ આપવાનો નિર્ણય લેવાયો. ઘઉં, ચોખા, દાળ કેન્દ્રએ આપ્યા. સ્થળાંતરિત શ્રમિકોને પણ કેન્દ્ર તરફથી અનાજ આપવામાં આવ્યું, જેની પાછળ કુલ રૂ. 4592 કરોડનો ખર્ચ થયો. વડા પ્રધાન ખેડૂત સન્માન યોજનાના માધ્યમથી રૂ. 1726 કરોડ આપવામાં આવ્યા. જનધન યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં રૂ. 1308 કરોડ જમા કરાયા હોઈ રૂ. 650 કરોડ ટૂંક સમયમાં જમા થશે. ઉજ્જવલા યોજનામાંથી 73 લાખ 16 હજાર સિલિંડર આપવામાં આવ્યાં હોઈ તેની પર રૂ. 1625 કરોડનો ખર્ચ થયો છે.

એસડીઆરએએફના માધ્યમથી રૂ. 1611 કરોડ આપ્યા
વિધવા, ત્યકતા, વરિષ્ઠ નાગરિકો, અપંગોનાં ખાતાંમાં રૂ. 116 કરોડ જમા થયા છે, એવી આંકડાવારી ફડણવીસે આપી.લોકડાઉનને લીધે અટવાયેવા શ્રમિકોને પણ સરકારે ભરપૂર મદદ કરી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું. હમણાં સુધી રાજ્યમાંથી 600 શ્રમિક વિશેષ ટ્રેન છોડવામાં આવી છે. દરેક રેલવે ટ્રેન પર કેન્દ્રએ લગભગ રૂ. 50 લાખ ખર્ચ કર્યા છે. આથી શ્રમિક રેલવે ટ્રેનો પર રૂ. 300 કરોડનો ખર્ચ થયો છે. શ્રમિકોની છાવણીઓ, તેમને અન્ન માટે કેન્દ્રએ જ એસડીઆરએએફના માધ્યમથી રૂ. 1611 કરોડ આપ્યા. કેન્દ્ર પાસેથી રાજ્યને 10 લાખ પીપીઈ કિટ્સ, 16 લાખ એન95 માસ્ક આફવામાં આવ્યા. ઉપરાંત અન્ય તબીબી સાહિત્ય ખરીદી માટે રૂ. 448 કરોડ આપવામાં આવ્યા, એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments