Tuesday, November 28, 2023
Homeરાજનીતિ / કોણ છે મોતીલાલ વોરા...? કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં નામ છે...
Array

રાજનીતિ / કોણ છે મોતીલાલ વોરા…? કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં નામ છે ચર્ચામાં

- Advertisement -

 • CN24NEWS-4/07/2019
 • કોંગ્રેસના અધ્યક્ષપદેથી આખરે રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર કરાયું છે. બાદમાં કાર્યકારી સમિતિએ તેમના સ્થાને કાર્યકારી અધ્યક્ષ તરીકે મોતીલાલ વોરાને જવાબદારી સોંપી છે. કોંગ્રેસને જેની સામે પડકાર છે એ ભાજપમાં 75ની ઉંમરને નિવૃત્તિની વયમર્યાદા માનવામાં આવે છે.

 • આપને જણાવી દઇએ કે, કોંગ્રેસે પોતાના કાર્યકારી અધ્યક્ષ તરીકે 91 વર્ષના મોતીલાલને જવાબદારી સોંપીને ચર્ચા જગાવી છે. આ નિર્ણય CWCની બેઠકમા લેવાયો હોવાની ચર્ચા છે. કોણ છે મોતીલાલ અને શું છે વિશેષ જવાબદારી જોઈએ આ અહેવાલમાં.

  ઉલ્લેખનીય છે કે, 1928માં રાજસ્થાનમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મોતીલાલનો ઉછેર અને અભ્યાસ મધ્યપ્રદેશમાં થયા છે. સ્નાતક થયા પછી વિભિન્ન અખબારો, સામયિકોમાં પત્રકાર તરીકે જોડાયા હતા. મોતીલાલે નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી પી.સી.સેઠીએ આ યુવાન કોર્પોરેટરનું હીર પારખીને તેમને પ્રજા સમાજવાદી પક્ષમાંથી કોંગ્રેસમાં જોડાવા સમજાવ્યા હતા અને વિધાનસભાની ટિકિટ આપી દીધી હતી. વિધાનસભામાં તેઓ વિજયી થયા હતા અને બાદમાં તેઓ સતત 6 ટર્મ જીત્યા હતા.

  તેની ખાસિયત એ હતી કે, વિવાદમાં આવવાનું નહિ, એકપણ વાતની ના નહિ પાડવાની અને દરેકની સાથે સંબંધો જાળવી રાખવાના. આ કૂનેહ માટે જાણીતા મોતીલાલે આરંભે મધ્યપ્રદેશના દિગ્ગજ કોંગ્રેસી નેતા અર્જુનસિંહની આંગળી પકડીને પ્રગતિ કરી હતી.

  બાદમાં અર્જુનસિંહને પંજાબના ગવર્નર બનાવાયા ત્યારે તેમના અંગત વિશ્વાસુ તરીકે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. રાજીવ ગાંધીને પણ મોતીલાલ પર વિશ્વાસ બેઠો હતો.સોનિયા અને રાહુલ પ્રત્યે પણ મોતીલાલની વફાદારી અડીખમ મનાય છે. નેશનલ હેરલ્ડ કેસમાં સોનિયા, રાહુલની સાથે ટ્રસ્ટી તરીકે મોતીલાલ પણ સામેલ છે. ગાંધી-નહેરુ પરિવારની દરેક સંસ્થાઓમાં મોતીલાલની ચાવીરૂપ ભૂમિકા રહી છે.

  મોતીલાલ પર હાલ સૌથી મોટો પડકાર છે કે કોંગ્રેસને કેવી રીતે ઉભી કરવી. કાર્યકારી અધ્યક્ષ તરીકે મોતીલાલની સત્તા મર્યાદિત રહેશે એ નક્કી છે. પરંતુ આગામી સમયમાં કાયમી અધ્યક્ષની નિમણૂક કરતી વખતે કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમની પસંદગી મહત્વની બની રહેવાની છે. હવે મોતીલાલ મુશ્કેલના સમયમાંથી કોંગ્રેસને ઉગારી શકશે કે કેમ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular