સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠકની પેટાચૂંટણીમાં મતદાન મથકોને સેનિટાઈઝ કરાયા.

0
12

સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર આવતીકાલે યોજાનાર પેટાચૂંટણીને લઈને વહીવટી અને પોલીસ તંત્ર તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. ત્રણેય બેઠકના મતદાન બૂથ પર ઈવીએમ અને વીવીપેટ સહિત ચૂંટણી સાહિત્ય લઈ કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા. કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણ શાંતિપૂર્મ માહોલમાં મતદાન થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. મતદાન મથકોને આજે સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. દરેક મતદારે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મતદાન કરવાનું રહેશે. દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. જો કોઈ મતદારને કોરોના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિથી 4 વાગ્યે મતદાન કરવાનું રહેશે. પોલીંગ બૂથના સ્ટાફને PPE કીટ પહેરવાની રહેશે.

મોરબીમાં ચૂંટણી સ્ટાફને મતદાન મથકે રવાના કરાયો
(મોરબીમાં ચૂંટણી સ્ટાફને મતદાન મથકે રવાના કરાયો)

 

ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં 5 સખી મતદાન મથકની વ્યવસ્થા

ગઢડા વિધાનસભા 106 બેઠક પર આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે કુલ 2,50,989ના મતદારને લઈ 382 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 5 સખી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 2019 કર્મચારીઓ શાંતિ પૂર્ણ મતદાન થાય તેને લઈ કામગીરી હાથ ધરશે. દરેક બૂથ પર ઈવીએમ અને વીવીપેટ સહિત તમામ મતદાનલક્ષી સાહિત્ય પહોંચે તેને લઈ અલગ અલગ ઝોનલ મુજબ કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો સંવેદનશીલ મતદાન મથક પર પ્રિ રીસાડિંગ અધિકારી સાથે 1 ઓબ્ઝર્વરની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પર પણ સંપૂર્ણ શાંતિપૂર્ણ અને ભયમુક્ત રીતે મતદાન થાય તેને લઈ પોલીસ દ્વારા 1 SP, 3 Dysp, 5 PI, 10 PSI, 350 કોન્સ્ટેબલ તેમજ 265 હોમગાર્ડ અને GRD સાથે CAPFના 74 જવાનો દ્વારા આવતીકાલે ફરજ પર કામગીરી હાથ ધરવામાં આવશે.

અસામાજિક તત્વો દ્વારા દબાવવામાં આવશે તો ચલાવી લેવાશે નહીંઃ બોટાદ SP

કોઈપણ મતદારોને અસામાજિક તત્વો દ્વારા દબાવવામાં કે ધાકધમકી આપવામા આવશે તો બિલકુલ ચલાવી નહી લેવાય અને ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મતદારોને લુખ્ખા, અસામાજિક તત્વો ખોટી રીતે હેરાનપરેશાન કરે અથવા લાલચ, ધાક ધમકી આપે તો તાત્કાલિક બોટાદ જિલ્લા પોલીસનો હેલ્પ નંબર તેમજ કોઈ પણ નજીકના પોલીસ મથકે જાણ કરવા તેમજ મતદારો કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ અને શાંતિપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ મતદારોને અપીલ કરી છે.

બહાર ગામથી મતદારોને લાવવા ધારીમાં કોંગ્રેસ અને ભાજપે 100 ખાનગી બસની વ્યવસ્થા કરી
(બહાર ગામથી મતદારોને લાવવા ધારીમાં કોંગ્રેસ અને ભાજપે 100 ખાનગી બસની વ્યવસ્થા કરી)

 

ધારીમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત, સુરત, અમદાવાદથી મતદારોને લાવવા ખાનગી બસની વ્યવસ્થા

ધારી બેઠક પર આવતીકાલે મતદાન થનાર છે. ત્યારે તમામ બૂથ પર ચૂંટણી સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે. ધારીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બહાર ગામ સુરત, અમદાવાદ રહેતા મતદારોને લાવવા માટે ધારી લાવવા માટે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારી બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા મતદારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા 100 કરતા વધારે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીને આખરી ઓપ
(મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીને આખરી ઓપ)

 

મોરબીમાં ડિસ્પેચ સેન્ટરથી કર્મચારીઓ ચૂંટણી સાહિત્ય લઈ બૂથ પર રવાના

મોરબી બેઠક પર આવતીકાલે મતદાન થનાર છે. ત્યારે વહીવટી તંત્રએ ડિસ્પેચ સેન્ટરથી ચૂંટણી સ્ટાફને મતદાન મથક પર રવાના કર્યો હતો. મોરબીમાં પણ પોલીસ દ્વારા દરેક મતદાન મથક પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોરબીમાં2,55,971 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,34,271 પુરૂષ મતદાર અને 1,21,698 સ્ત્રી મતદારનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here