દાડમની છાલથી પેટના દુખાવામાં રાહત મળશે, નારંગીની છાલથી ચહેરો ખીલી ઉઠશે

0
69

હેલ્થ ડેસ્ક: મોટે ભાગે શાકભાજીઓની છાલને નકામી સમજીને આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ તેમાં ઔષધીય તત્ત્વો રહેલા હોય છે, જે રોગો સામે રક્ષણ આપે છે. તડબૂચ, નારંગી, દાડમ, તુરીયા અને દૂધી જેવા અનેક શાકભાજીઓની છાલને સુકવીને તેનો ઉપયોગ કરી શકાય છે.

તડબૂચની છાલ: કબજિયાત અને ખરજવા દૂર કરશે 
તડબૂચની છાલ ઘણી ઉપયોગી હોય છે. જો કબજિયાતની સમસ્યા હોય તો તડબૂચને છાલ સાથે ખાવું જોઈએ. તેની છાલ નરમ હોવી જોઈએ. આમ કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. તેની સાથે જ દાદર અને ખરજવામાં પણ આ ઉપયોગી નીવડે છે. તેના માટે તડબૂચની છાલને સુકવીને તેની રાખ તૈયાર કરો. આ રાખમાં સરસવનું તેલ ઉમેરી પ્રભાવિત જગ્યા પર તેને લગાવવાથી તેમાં આરામ મળે છે

પપૈયાની છાલ: ચહેરા પર આવશે ચમક 
જેની ત્વચા હંમેશા શુષ્ક રહેતી હોય તેમના માટે પપૈયાની છાલ ફાયદાકારક છે. પપૈયાની છાલ ચામડી પર લગાવવાથી તેની શુષ્કતા દૂર થાય છે. ફાટેલી એડી પર તેને લગાવવાથી એડી મુલાયમ બને છે. પપૈયાની છાલને તડકામાં સુકાવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં ગ્લિસરીન ભેળવીને તેનો લેપ બનાવો. આ લેપને ચામડી પર લગાવવાથી ચામડી ચમકદાર બની જશે.

નારંગીની છાલ: ખીલની સમસ્યા દૂર થશે 
નારંગી સાથે તેની છાલ પણ ફાયદાકારક હોય છે. તે હાડકાઓને મજબૂતી આપવાની સાથે કબજિયાતમાં પણ રાહત આપે છે. તેની છાલને સુકવીને પાવડર બનાવી લો. આ પાવડરનો લેપ ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર બની જશે. આ પાવડરમાં દૂધ અને હળદર ભેળવીને તેને લગાવવાથી ચહેરા પરના ખીલ દૂર થઇ જશે. લીંબુ અને નારંગીની છાલને સુકવી તેનું મિશ્રણ દાંત પર ઘસવાથી દાંત ચમકદાર બને છે.

દાડમની છાલ: પેટ દર્દ અને હરસના રોગમાં રાહત આપે છે 
જે મહિલાઓને વધારે માસિક સ્ત્રાવ થતો હોય તેમણે દાડમની સુકાયેલી છાલના પાવડરને એક ચમચી પાણી જોડે લેવો જોઈએ. તેનાથી રક્તસ્ત્રાવ અને પેટના દુખાવામાં રાહત મળે છે. વ્યક્તિને હરસ રોગ હોય તેમણે 4 ભાગ દાડમની છાલ અને 8 ભાગ ગોળ કૂટીને તેને ગાળી લઈતેની નાની નાની ગોળી બનાવી તેનું કેટલાક દિવસ સુધી સેવન કરવુ જોઈએ. દાડમની છાલને મોં માં રાખવાથી ઉધરસ મટે છે. તેમજ વાળને મુલાયમ બનાવવા માટે દાડમની છાલના પાવડરમાં દહીં ભેળવીને વાળ પર લગાવી શકાય છે.

તુરીયાની છાલ: ચહેરાને સાફ કરશે 
તુરીયાનું શાક ખાવું તો સામાન્ય વાત છે પરંતુ તેની છાલનું શાક ખાવાથી પેટની તકલીફો દૂર થાય છે. તુરીયાની તાજી છાલને ચહેરા પર લગાવવાથી ચામડી સાફ થાય છે.

ઇલાયચીની છાલ: દૂર થશે શરદી-ઉધરસ 
ઇલાયચીની છાલને ચા ઉકળતી વખતે ઉમેરીને તેને પીવાથી શરદી-ઉધરસમાં આરામ મળે છે. ઇલાયચીની છાલને ચા પત્તીના ડબ્બામાં પણ રાખી શકાય છે. તેનાથી ચા નો સ્વાદ સારો બને છે.

દૂધીની છાલ: ડાયરિયામાં ફાયદાકારક 
ડાયરિયામાં દૂધીની છાલને પાણીમાં લસોટીને પીવાથી રાહત મળે છે.

આ પણ ફાયદાકારક 
નારિયેળની છાલને બાળીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરથી બ્રશ કરવાથી ફાયદો થાય છે.
ટામેટા અને બીટની છાલને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે અને હોઠોંની લાલાશ વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here