Friday, August 6, 2021
Homeધર્મેન્દ્ર દારૂની વાસ છૂપાવવા શૂટિંગ પર ડુંગળી ખાઈને જતા , દારૂની લતને...
Array

ધર્મેન્દ્ર દારૂની વાસ છૂપાવવા શૂટિંગ પર ડુંગળી ખાઈને જતા , દારૂની લતને કારણે પૂજા ભટ્ટ મોતની નિકટ પહોંચી ગઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભટ્ટે હાલમાં જ દારૂ છોડ્યાને ચાર વર્ષ પૂરા કરતી એક પોસ્ટ શૅર કરી હતી. પૂજાએ 2016માં દારૂ પીવાનું બંધ કર્યું હતું. સૂત્રોના મતે, પૂજા ભટ્ટે 16 વર્ષની ઉંમરથી દારૂ પીવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેને દારૂની લત લાગી ગઈ હતી. જોકે, 45 વર્ષની ઉંમરમાં પૂજાને લાગ્યું કે તેણે દારૂની આદત છોડવી જોઈએ નહીંતર તે વધુ જીવી શકશે નહીં. તેને એવું લાગતું હતું કે તે હવે મોતની નિકટ છે.

દારૂ છોડ્યા બાદ પૂજા ઘણી જ ખુશ છે. જોકે, બોલિવૂડમાં પૂજા એક માત્ર એવી સેલેબ નથી, જે દારૂ કારણે ચર્ચામાં આવી હોય.

દારૂને કારણે ચર્ચામાં આવેલા સેલેબ્સ…

જાવેદ અખ્તર

સ્ક્રિપ્ટ રાઈટર તથા લોકપ્રિય શાયર જાવેદ અખ્તરે પણ સ્વીકાર્યું હતું કે તેઓ વધુ પડતો દારૂ પીતા હતા. આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’ની પહેલી સિઝનમાં જાવેદ અખ્તરે પોતાની આ સમસ્યા અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે તેમની કરિયર તથા સંબંધો દારૂને કારણે ખરાબ થવાના હતા. તેમની પહેલી પત્ની હની ઈરાનીએ પણ આ જ કારણથી જાવેદ અખ્તરને ડિવોર્સ આપી દીધા હતા. જોકે, હવે જાવેદે દારૂ પીવાનું બંધ કરી દીધું છે.

ધર્મેન્દ્ર

85 વર્ષીય ધર્મેન્દ્ર દારૂને કારણે પ્રખ્યાત હતા. રિયાલિટી શોમાં ધરમપાજીએ કહ્યું હતું કે આશા પારેખને કારણે તેમણે સેટ પર દારૂ પીને જવાનું બંધ કર્યું હતું. ધર્મેન્દ્ર તથા આશા પારેખ ફિલ્મ ‘આયે દિન બહાર કે’ (1966)નું શૂટિંગ દાર્જલિંગમાં કરતાં હતાં. શૂટિંગ પૂરું થયા બાદ તે, પ્રોડ્યૂસર, ક્રૂ મેમ્બર્સ મોડી રાત સુધી દારૂ પાર્ટી કરતાં હતાં. ધર્મેન્દ્રે આગળ કહ્યું હતું કે દારૂ વધુ પીવાને કારણે મોંમાં દારૂની વાસ સવાર સુધી રહેતી હતી. વાસ ના આવે તે માટે તેઓ ડુંગળી ખાઈને સેટ પર જતા હતા. જોકે, આશા પારેખે ફરિયાદ કરી હતી કે એક્ટરના મોંમાંથી ડુંગળીની વાસ આવે છે. આ તેમને પસંદ નથી. જ્યારે તેમણે આમ કરવાનું કારણ કહ્યું તો આશાએ દારૂ ના પીવાની સલાહ આપી હતી. તેમણે આશા પારેખની સલાહ માની લીધી અને પછી તેઓ સેટ પર શરાબ પીને ક્યારેય જતા નહીં.

કપિલ શર્મા

દારૂ પીવાની આદતને કારણે કોમેડિયન કપિલ શર્મા અનેક મુશ્કેલીઓમાં મૂકાયો હતો. જોકે, હવે તેણે આ આદત પર પૂરી રીતે કંટ્રોલ મેળવી લીધો છે. દારૂના નશામાં કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને માર માર્યો હોવાનું પણ કહેવામાં આવતું હતું. તેણે દારૂ પીને સુનીલ ગ્રોવરને ગાળો આપી હતી. આ ઉપરાંત ઈન્ટરનેશનલ મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ 2015 (IMFFA) દરમિયાન કપિલે ચિક્કાર દારૂ પીધો હતો અને તેણે સિંગર-એક્ટ્રેસ મોનાલી ઠાકુર, તનિષા મુખર્જી તથા અન્ય ફીમેલ ગેસ્ટ્સ સાથે ખરાબ વર્તન કર્યું હતું.

હની સિંહ

રેપર હની સિંહ પણ દારૂને કારણે મુશ્કેલીમાં મૂકાયો હતો. તેણે સારવાર માટે રિહેબ સેન્ટરમાં એડમિટ થવું પડ્યું હતું. 2017માં હની સિંહની કેટલીક તસવીરો આવી હતી, જેમાં તેનું વજન વધેલું હતું. તે સમયે એ પણ કહેવામાં આવતું હતું કે હની સિંહને બાયપોલર નામની બીમારી છે. હવે હની સિંહ આ આદતમાંથી બહાર આવી ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments