Thursday, February 6, 2025
HomeબોલીવૂડBOLLYWOOD: પૂજા હેગડે અને અહાન શેટ્ટીની સનકીનું શૂટિંગ આવતા મહિનેથી

BOLLYWOOD: પૂજા હેગડે અને અહાન શેટ્ટીની સનકીનું શૂટિંગ આવતા મહિનેથી

- Advertisement -

પૂજા હેગડે તથા અહાન શેટ્ટીની આગામી ફિલ્મ ‘સનકી’નું શૂટિંગ આવતા મહિનેથી શરુ થશે. શરુઆતમાં મુંબઈ અને બાદમાં ગોવા ખાતે ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.

આ ફિલ્મનાં એક્શન દૃશ્યો ફિલ્માવવા માટે આંતરરાષ્ટ્રીય એક્શન કોરિયોગ્રાફર કેચા  ખેમ્ફેક્ડીને હાયર કરાયા છે. તેમના દ્વારા રચાયેલાં એક્શન દૃશ્યોનું શૂટિંગ સૌથી પહેલાં થશે.  ફિલ્મને આવતાં વર્ષે ફેબુ્રઆરીમાં રીલિઝ કરવાનું આયોજન છે. સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની આ પહેલાં ‘તડપ’ ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે. જોકે, આ ફિલ્મ ટિકિટબારી પર સદંતર ફલોપ ગઈ હતી. આ ઉપરાંત અહાન શેટ્ટીની એક્ટિંગની પણ બહુ ટીકા થઈ હતી. તેમ છતાં પણ સાજિદ નડિયાદવાલાએ અહાન શેટ્ટીને આ ફિલ્મ દ્વારા વધુ એક તક આપી છે.  પૂજા હેગડે પણ બોલીવૂડ ફિલ્મોમાં નિષ્ફળ રહી છે જોકે તેને સમયાંતરે સાઉથની ફિલમો મળતી રહે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular