મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેઈની IAS પૂજા ખેડકરના નખરાં ચર્ચાસ્પદ બન્યાં છે. નોકરી હાથમાં આવતાં જ પૂજા ખેડકર ખોટી ખોટી માગણીઓ કરવા લાગી હતી જોકે તે પ્રોબેશન પીરિયડ પર હતી. આને કારણે મહારાષ્ટ્ર સરકારે તેને પુણેથી વાશિમ ટ્રાન્સફર કરી દીધી હતી.મહિલાના રિટાયર્ડ IAS ઓફિસર પિતા દિલીપરાવ ખેડકર પણ અધિકારીઓ પર દબાણ લાવતા હતા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પૂજા ખેડકરનું નામ વિવાદો સાથે જોડાયું હોય. અગાઉ તેમની નિમણૂક પર પણ સવાલો ઉઠ્યા હતા.
પૂજા ખેડકર 2022 બેચની IAS તાલીમાર્થી અધિકારી છે. તેણે UPSCપરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR- 821) મેળવ્યો હતો. તેમની નિમણૂક પૂણેમાં સહાયક કલેક્ટર તરીકે કરવામાં આવી હતી, પરંતુ હવે તેની વાશિમ ટ્રાન્સફર કરી દેવાઈ છે. તેમના પિતા અને દાદાએ પણ સેવા આપી છે. તેની માતા અહેમદનગર જિલ્લાના ભાલગાંવની ચૂંટાયેલી સરપંચ છે. ખેડકર પ્રશાસનિક સેવામાં પ્રવેશને કારણે ચર્ચામાં છે. મીડિયા અહેવાલો અનુસાર, ખેડકરને 2 ફેબ્રુઆરી 2022 ના રોજ નિમણૂક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તે અંધ હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતી. ખાસ વાત એ છે કે કોર્ટે જુલાઈથી સપ્ટેમ્બર 2022 વચ્ચે ચાર વખત તેની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે એક પણ વખત હાજર ન થઈ. આ પછી ટ્રિબ્યુનલે તેને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વર્ષ 2023માં તેમનું એફિડેવિટ રાઈટ્સ ઓફ ડિસેબિલિટી એક્ટ 2016 હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમને નિમણૂક માટે મંજૂરી મળી હતી.
આઈએએસના પ્રોબેશન પીરિયડ દરમિયાન પૂજાએ લાલ બત્તીવાળી પ્રાઈવેટ કાર, સ્ટાફ સાથે ચેમ્બર, એક ઘર અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓએ એડિશનલ કલેક્ટર અજય મોરેની બાજુમાં આવેલ રૂમને પણ કબજે કરી લીધો હતો. તેમજ તે રૂમમાં હાજર ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ગાયબ કરી દીધી હતી. મોટા અધિકારીઓ પણ આવી માગણીઓ નથી કરી શકતાં.