પૂનમ પાંડેએ ચૂપ્પી તોડી : એક્ટ્રેસે કહ્યું- જબરદસ્તી પ્રેગ્નન્ટ ન બનાવો

0
0

એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેએ તેની પ્રેગ્નન્સીના સમાચારોનું ખંડન કર્યું છે. કહેવામાં આવી રહ્યું હતું કે તે 6 સપ્તાહની પ્રેગ્નન્ટ છે. જો કે, એક્ટ્રેસે આ સમાચારોને અફવા અને ફેક ગણાવ્યા છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, જબરદસ્તી પ્રેગ્નન્ટ ન બનાવશો. કોઈપણ મહિલા માટે આ સમાચાર સારા હોય છે પરંતુ મારા માટે ખરાબ સમાચાર છે. કેમ કે હું પ્રેગ્નન્ટ નથી. એક વખત મને તો પૂછો. મારી જિંદગી એક ખુલ્લા પુસ્તક જેવી છે. જો હું પ્રેગ્નન્ટ થઈશ તો પેંડા વહેંચીશ.

એક્ટ્રેસના લગ્ન વિવાદિત રહ્યાં
બે વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ પૂનમ પાંડેએ ગત વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યાં હતાં. 1 સપ્ટેમ્બર 2020ના રોજ કપલે બ્રાંદ્રામાં આવેલા ઘરમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ખુદ પૂનમે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.

પૂનમ પાંડે અને સેમ બોમ્બે.
પૂનમ પાંડે અને સેમ બોમ્બે.

લગ્નને એક મહિનો પણ નહોતો થયો ને એક્ટ્રેસે પતિ પર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરી દીધો. પૂનમે આરોપ લગાવ્યો હતો કે સેમ તેને નિર્દયતાપૂર્વક મારતો હતો, જેના કારણે તેણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. જો કે, થોડા દિવસ બાદ પૂનમ અને સેમ ફરીથી સાથે આવી ગયાં.

‘અમે એક-બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ’
સેમની સાથે પરત ફર્યા બાદ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીતમાં પૂનમે કહ્યું હતું, અમે વિવાદોને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને હવે બધું બરાબર થઈ ગયું છે. અમે ફરીથી સાથે આવી ગયાં છીએ. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમારો પ્રેમ પાગલ છે અને કયા લગ્નમાં ઉતાર-ચઢાવ નથી હોતા.

પૂનમના અનુસાર, તેના ઘરેલુ હિંસાના કેસને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. 30 વર્ષની પૂનમે ‘નશા’, ‘આ ગયા હીરો’ અને ‘ધ જર્ની ઓફ કર્મા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here