પોપ સિંગરનું નિવેદન : સ્પીઅર્સે કોર્ટને કહ્યું- પિતાના સંરક્ષણમાં મને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું

0
0

ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર બ્રિટની સ્પીઅર્સે પોતાના ગાર્જિયનશિપ એટલે કે સંરક્ષણને લઈને કોર્ટની સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. લગભગ 13 વર્ષથી બ્રિટની પોતાના પિતા જેમ્સ પી સ્પીઅર્સના સંરક્ષણમાં છે. તેઓ જ તેના કરિયર અને જીવનને લઈને નિર્ણય કરે છે. બ્રિટનીએ અમેરિકાના લોસ એન્જલસની અદાતલમાં જણાવ્યું કે, તેના આ અપમાનજનક સંરક્ષણને સમાપ્ત કરવામાં આવે.

હકીકતમાં બ્રિટની પોતાના પિતાના સંરક્ષણમાં રહેવા નથી માગતી. તેના આ કેસે હવે અમેરિકામાં એક અભિયાનનું રૂપ લઈ લીધું છે અને તે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. તેને ફ્રી બ્રિટની મૂવમેન્ટ નામ આપવામાં આવ્યું છે. આ મૂવમેન્ટને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પણ ટેકો આપ્યો છે.

મને મારું જીવન પાછું જોઈએ છે- બ્રિટની
બ્રિટનીએ જજને કહ્યું- છેલ્લા 13 વર્ષથી તેને જબરદસ્તી ડ્રગ્સ આપવામાં આવ્યું. ઈચ્છાની વિરુદ્ધ કામ કરવા માટે તેને મજબૂર કરવામાં આવી. એટલું જ નહીં તેને બર્થ કંટ્રોલ ડિવાઈસ પોતાના શરીરમાંથી કાઢવા માટે રોકવામાં આવી. હું આ ગાર્જિયનશિપનો તિરસ્કાર કરું છું. હું આઘાત અને તણાવમાં છું. મને મારી જિંદરી પાછી જોઈએ છે. જો હું કામ કરી શકું છું તો મારે સંરક્ષણમાં ન રહેવું જોઈએ. હું આ સંરક્ષણને અપમાનજનક માનું છું. હું એવું મહેસૂસ નથી કરી શકતી કે હું જિંદગી જીવી રહી છું .

IUD ડિવાઈસ લગાવવામાં આવ્યું જેથી પ્રેગ્નન્ટ ન થઈ શકું
બ્રિટનીએ અદાલતને કહ્યું, હું આગળ વધવા માગું છું. લગ્ન કરવા અને બાળકોને જન્મ આપવા માગું છું. મને સંરક્ષણ દરમિયાન જણાવવામાં આવ્યું કે, હું બાળકોને જન્મ નહીં આપી શકું અને ન લગ્ન કરી શકીશ. મારી અંદર એક IUD ડિવાઈસ લગાવવામાં આવ્યું જેથી હું ગર્ભવતી ના થઈ શકું. હું આ ડિવાઈસને બહાર કાઢવા માગું છું જેથી હું બાળકને જન્મ આપી શકું. પરંતુ આ કહેવાતી ટીમ મને ડૉક્ટરની પાસે જવા ન દીધી, તેઓ નથી ઈચ્છતા કે હું પ્રેગ્નન્ટ થઉં. આવી સ્થિતિમાં આ સંરક્ષણ મને ફાયદા કરતાં નુકસાન વધારે પહોંચાડી રહ્યું છે.

તેણે કહ્યું કે, મને જીવનનો અધિકાર છે. મેં આખી જિંદગી કામ કર્યું છે. હું બે-ત્રણ વર્ષ બ્રેક લેવા માગું છું. હું ઈચ્છું છું કે જે મારા મનમાં આવે તે હું કરું. આજે હું તમને આ વિશે વાત કરતી વખતે સહજ છું. અદાલતમાં તેણે કહ્યું કે, મને ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હું એકલતા અનુભવવા લાગી છું. મને પણ બીજા લોકોની જેમ કેટલાક અધિકાર જોઈએ. મને પરિવાર, બાળકો અને બીજી વસ્તુઓ જોઈએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here