લોકપ્રિય કોમેડી સિરિયલ : તન્મય એક સમયે બેંકમાં નોકરી કરીને મહિને ચાર હજારની કમાણી કરતો હતો

0
0

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દર્શકોના મનમાં ખાસ સ્થાન છે. આ શો 2008માં શરૂ થયો હતો. 13 વર્ષ બાદ પણ આ શો એટલો જ લોકપ્રિય છે. TRP ચાર્ટમાં હંમેશાં પોતાનું આગવું સ્થાન મેળવનારા આ શોના દરેક પાત્રોની અલગ ઓળખ છે, પછી તે પત્રકાર પોપટલાલ હોય કે જેઠાલાલ. શોનું આવું જ એક પાત્ર છે બાઘા. આ પાત્ર તન્મય વેકરિયા પ્લે કરે છે. શોમાં બાઘા, જેઠાલાલ ગડા (દિલીપ જોષી)ની દુકાન સંભાળતો હોય છે. ચહેરા પર હાસ્ય અને પોતાના અલગ જ અંદાજને કારણે બાઘા ચાહકોમાં ખાસ્સો એવો લોકપ્રિય છે. જોકે, રિયલ લાઇફમાં તેના માટે આ સફર સહેજ પણ સરળ નહોતી.

તન્મય વેકરિયાએ 2017માં ગુજરાતી ફિલ્મ 'સમયચક્રઃ દ ટાઇમ સ્લોટ'માં કામ કર્યું હતું
તન્મય વેકરિયાએ 2017માં ગુજરાતી ફિલ્મ ‘સમયચક્રઃ દ ટાઇમ સ્લોટ’માં કામ કર્યું હતું

15 વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યું
ગુજરાતમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું હતું.

એક સમયે માત્ર ચાર હજાર મહિને કમાતો હતો
તન્મય એક સમયે બેંકમાં નોકરી કરીને મહિને ચાર હજારની કમાણી કરતો હતો. બેંકમાં તે માર્કેટિંગ એક્ઝિક્યૂટિવનું કામ કરતો હતો. જોકે, ‘તારક મહેતા..’ સિરિયલે તેનું જીવન જ બદલી નાખ્યું. આ શોએ માત્ર તેને લોકપ્રિયતા જ નહીં, પરંતુ પૈસા પણ આપ્યા.

પહેલાં ‘તારક..’માં નાના-નાના રોલ કરતો હતો
તન્મય આ શોમાં પહેલાં વિવિધ પાત્રો ભજવતો હતો, જેમાં ઓટો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ઈન્સ્પેક્ટર તો ક્યારેક ટીચરનો રોલ કરતો હતો.

તન્મયને સિરિયલમાં વાંકા ઊભા રહેવામાં ખાસી તકલીફ પડે છે
તન્મયને સિરિયલમાં વાંકા ઊભા રહેવામાં ખાસી તકલીફ પડે છે

2010માં પહેલી જ વાર બાઘાનો રોલ મળ્યો
વર્ષ 2010માં તન્મયને બાઘાનો રોલ મળ્યો હતો. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને તે સમયે બાયપાસ સર્જરી કરાવવી હતી અને તેમણે સિરિયલમાંથી બ્રેક લેવો હતો. તેમના સ્થાને બાઘાને લેવામાં આવ્યો હતો. બાઘાનું પાત્ર એટલું લોકપ્રિય થયું કે નટુકાકા શોમાં પરત આવી ગયા છતાં પણ તેને શોમાં રાખવામાં આવ્યો હતો.

પુત્રી વ્રિસ્ટી, પુત્ર ઝસીન અને પત્ની મીત્સુ સાથે તન્મય વેકરિયા
પુત્રી વ્રિસ્ટી, પુત્ર ઝસીન અને પત્ની મીત્સુ સાથે તન્મય વેકરિયા

ગામમાં જ અભ્યાસ કર્યો
મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના વડિયાદેવડી ગામના તન્મયે અહીંયા જ પ્રાથમિક શિક્ષણ લીધું છે. કાંદીવલીની અવર લેડી ઓફ રેમેડી સ્કૂલમાંથી હાઇસ્કૂલ પૂરી કર્યા બાદ તન્મય વેકરિયાએ એન.કે. કોલેજમાંથી ગ્રેજ્યુંએશન પૂરું કર્યું હતું. તન્મયે સૌ પ્રથમ વર્ષ 1986માં ‘ફૂલવારી’માં બાળ કલાકારનો રોલ ભજવ્યો હતો. તન્મયે બાદમાં ‘ચૂપકે-ચૂપકે’, ‘યસ બોસ’, ‘ખીચડી’, ‘મણીબેન.કોમ’ જેવી જાણીતી ફિલ્મો અને સિરિયલોમાં પણ અદાકારી કરી હતી. તન્મયના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી ઉપરાંત માતા-પિતા, ભાઇ-ભાભી અને ભત્રીજી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here