લોકપ્રિય સિંગર જીજ્ઞેશ બારોટનું નવું સોંગ ‘પ્યાર મારો મળ્યો બેવફા’ લોન્ચ થયું

0
16

જાણીતા અને લોકપ્રિય ગુજરાત સિંગર જીજ્ઞેશ બારોટનું નવું રોમેન્ટિક સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. ‘પ્યાર મારો મળ્યો બેવફા’ સોંગમાં ગુજરાતી અભિનેતા નદીમ વઢવાણિયા અને અભિનેત્રી છાયા ઠાકોરે અભિનય આપ્યો છે. આ સોંગમાં પ્રેમમાં વિશ્વાસઘાત મળે અને દિલ તૂટે તેની વાત કરવામાં આવી છે.

પોતાના નવા સોંગ લોન્ચિંગ પર જીજ્ઞેશે કહ્યું હતું, મારું નવું ગીત ‘પ્યાર મારો મળ્યો બેવફા’ના લોન્ચિંગ અંગે ઘણો જ ઉત્સાહી છું. આ ગીતમાં બેવફાઈ તથા દિલ તૂટવાની વાત કરવામાં આવી છે. આ ગીતમાં ઘણી જ લાગણી છુપાયેલી છે અને ગીતના શબ્દોમાં પ્રેમીની પીડા વ્યક્ત કરવામાં આવી છે. મને આશા છે કે મારા ચાહકોને આ ગીત જરૂરથી પસંદ આવશે.’

ચાહકો આ ગુજરાતી સોંગને ‘સારેગામા ગુજરાતી યુ ટ્યૂબ પેજ’ પર જોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here