પોર્ન સામ્રાજ્ય : મોડલને નશીલી દવા પીવડાવીને પોર્ન ફિલ્મ બનાવવામાં આવતી

0
0

રાજ કુંદ્રાની ધરપકડ બાદ એક પછી એક સનસનાટીભર્યા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં એ વાત સામે આવી કે કુંદ્રાની ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પાંચ મહિના સુધી બારીકાઈથી નાનામાં નાની વાતની તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ પોર્ન ફિલ્મ બનાવનાર ગેંગના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માગતી હતી અને આ દરમિયાન રાજ કુંદ્રાનું નામ સામે આવ્યું હતું.

તપાસમાં એ વાત સામે આવી કે 20 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટ્રેસને ટાર્ગેટ કરી તેને કોન્ટ્રેક્ટની જાળમાં ફસાવીને ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હતી. કુંદ્રા વિરુદ્ધ 4 ફેબ્રુઆરી, 2021ના રોજ જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે પોલીસ પાસે માત્ર એક્ટ્રેસનું નિવેદન હતું અને કુંદ્રા વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા, આથી પોલીસે તેની ધરપકડ કરી નહોતી.

રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એ સમયની તસવીર.
રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એ સમયની તસવીર.

અત્યારસુધી 5 FIR કરવામાં આવી
આ કેસમાં કુંદ્રાની કંપનીના ઇન્ડિયાના હેડ ઉમેશ કામતનું કનેક્શન સામે આવ્યું હતું. આ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ક્રાઇમ બ્રાંચે પોર્ન ફિલ્મનો પહેલો કેસ કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસે એક, લોનાવલામાં એક તથા માલવણી પોલીસ સ્ટેશનમાં બે કેસ કરવામાં આવ્યા હતા.

શિલ્પાની ભૂમિકાની તપાસ
સંયુક્ત પોલીસ કમિશનર મિલિંદ ભારંબે કહ્યું હતું કે વિઆન કંપનીમાં શિલ્પાનો કોઈ એક્ટિવ રોલ હોય એ વાત સામે આવી નથી, પરંતુ પોલીસ શિલ્પાની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. કુંદ્રાની ઓફિસમાંથી અકાઉન્ટ શીટ, વ્હોટ્સએપ ચેટ તથા પોર્નોગ્રાફી ક્લિપ મળી છે. આ કેસમાં હજી વધુ લોકોની ધરપકડ થશે.

પોલીસના મતે પોર્ન રેકેટનો માસ્ટરમાઇન્ડ રાજ કુંદ્રા છે.
પોલીસના મતે પોર્ન રેકેટનો માસ્ટરમાઇન્ડ રાજ કુંદ્રા છે.

20-25 વર્ષની સ્ટ્રગલિંગ એક્ટર્સને ટાર્ગેટ કરવામાં આવી હતી
પાંચ મહિનાની તપાસમાં એ વાત સામે આવી હતી કે પોર્ન ફિલ્મ રેકેટનો માસ્ટરમાઇન્ડ રાજ કુંદ્રા જ છે. કુંદ્રાની ધરપકડ થતાં એ વાત સામે આવી કે આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે એક પ્રોડક્શન હાઉસ ખોલવામાં આવ્યું હતું અને એમાં પોર્ન ફિલ્મ રેકેટ ચાલતું હતું. આ ફિલ્મમાં મોટા ભાગે યુવતીઓ તથા યુવકો સ્ટ્રગલિંગ એક્ટ્રેસ તથા એક્ટર રહેતાં હતાં. આ તમામની ઉંમર 20-25 વર્ષની વચ્ચે રહેતી. શૂટિંગ પહેલાં આ કોન્ટ્રેક્ટ સાઇન કરાવવામાં આવતો અને એમાં પોતાની મરજીથી ફિલ્મ છોડે તો કેસ કરવાનો ક્લૉઝ રાખવામાં આવ્યો હતો. પોલીસના મતે એક કલાકારને દિવસના 30-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

20 હજારના ભાડા પર બંગલો લીધો હતો
તપાસમાં એ વાત પણ સામે આવી કે જે બંગલામાં મુંબઈ પોલીસે દરોડા પાડ્યા હતા એ બંગલો રાજ કુંદ્રાની ટીમે રોજના 20 હજાર રૂપિયાના ભાડેથી લીધો હતો. માલિકે પોલીસને એમ પણ કહ્યું હતું કે ભોજપુરી તથા મરાઠી ફિલ્મના શૂટિંગના નામ પર બંગલો ભાડે લેવામાં આવ્યો હતો. શૂટિંગ દરમિયાન બંગલાના માલિક તથા અન્ય કર્મચારીઓને બંગલામાં રહેવા દેવામાં આવતા નહીં. શૂટિંગ શરૂ થાય એ પહેલાં બંગલાને ચારેબાજુ વાદળી રંગના પડદાથી કવર કરવામાં આવતો હતો અને અંદર સેટ બનાવવામાં આવ્યો હતો.

મડના આ જ બંગલામાં પોલીસે દરોડા પાડીને પોર્ન ફિલ્મ કેસ સાથેના પુરાવા ભેગા કર્યા હતા.
મડના આ જ બંગલામાં પોલીસે દરોડા પાડીને પોર્ન ફિલ્મ કેસ સાથેના પુરાવા ભેગા કર્યા હતા.

ઓડિશન દરમિયાન કપડાં કાઢવાનું કહેવામાં આવતું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈ પોલીસને એક સ્ટ્રગલિંગ મોડલે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં મોટે ભાગે મુંબઈ બહારની યુવતીઓ કામ કરતી હતી. સિલેક્શન પહેલાં તમામના પ્રોફાઇલ શૂટ કરવામાં આવતા અને અનેકવાર કેમેરાની સામે કપડાં ઉતારવાનું પણ કહેવામાં આવતું. આ પ્રોફાઇલને સિલેક્શન ટીમને મોકલવામાં આવતી હતી. પસંદ થયા બાદ એક્ટ્રેસને અલગ અલગ જગ્યાએ શૂટિંગ માટે બોલાવવામાં આવતી હતી. જોકે સેટ પર મોટા ભાગની મહિલા કેમેરામેન તથા મહિલા પ્રોડ્યુસર જ રહેતી. શરૂઆતમાં થોડા દિવસ નોર્મલ શૂટિંગ કરવામાં આવતું અને પછી બોલ્ડ સીન માટે દબાણ કરવામાં આવતું હતું.

નશાયુક્ત કોલ્ડ ડ્રિંક પીવડાવી શૂટિંગ કરવામાં આવતું
જો કોઈ યુવતી બોલ્ડ સીન કરવાની ના પાડતી તો તેને કોન્ટ્રેક્ટની ધમકી આપીને જેલ મોકલવાની વાત કરવામાં આવતી. કોન્ટ્રેક્ટમાં શૂટિંગ અધવચ્ચે છોડવા પર શૂટિંગના નુકસાન વળતરનો પણ ક્લોઝ હતો. એક મોડલે પોલીસને કહ્યું હતું કે તેના ક્લોઝમાં એવું હતું કે શૂટિંગ દરમિયાન તે કોઈ નિયમ ના માને તો તેણે 10 લાખ રૂપિયા આપવાના. અન્ય એક મોડલે પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે શૂટિંગનો વિરોધ કર્યો તો પહેલા તેને ધમકાવવામાં આવી હતી અને પછી નશાયુક્ત કોલ્ડ ડ્રિંક પીવડાવીને જબરદસ્તી ફિલ્મનું શૂટિંગ કરાવ્યું હતું. મોડલને એક મહિના પછી ખબર પડી કે તેની પોર્ન ફિલ્મ બનાવવામાં આવી છે.

વીડિયો અલગ અલગ એપ પર મોકલવામાં આવતા
મોડલે કહ્યું હતું કે તેનો પોર્ન વીડિયો હિટ એન્ડ હોટ નામની એપ પર અપલોડ હતો, જેમાં 200 રૂપિયાના સબસ્ક્રિપ્શન પછી વીડિયો જોવા મળતો હતો. મોડલે પછી પોલીસ ફરિયાદ કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તેના અનેક વીડિયો ટેલિગ્રામમાં સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે. આ તમામ બાબતોથી આહત થયેલી મોડલે મુંબઈ જ છોડી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here