પોર્ન ફિલ્મ નેટવર્ક : રાજ કુંદ્રાની ગ્રુપ ચેટ વાઇરલ, પોર્ન કન્ટેન્ટ મેનેજમેન્ટના પુરાવા મળ્યા

0
0

બિઝનેસમેન રાજ કુંદ્રાની સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ પર સોફ્ટ પોર્ન ફિલ્મ બનાવવા ઉપરાંત એપ પર અપલોડ કરવાનો પણ આક્ષેપ છે. પોલીસનો દાવો છે કે રાજ કુંદ્રા પોતાના ભાઈ સાથે મળીને UK સ્થિત કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મ માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપતી હતી.

રાજ કુંદ્રા જ કંપનીનો માલિક તથા ઇન્વેસ્ટર
ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ કુંદ્રાએ પોતાના ભાઈ પ્રદીપ બક્ષી સાથે મળીને ઇંગ્લેન્ડ બેઝ્ડ કેનરિન પ્રોડક્શન હાઉસ નામની કંપની બનાવી હતી. પ્રદીપ બક્ષી ઇંગ્લેન્ડમાં રહે છએ અને કંપનીના ચેરમેનની સાથે રાજનો બિઝનેસ પાર્ટનર પણ છે. સૂત્રોના મતે, રાજ ઇનડાયરેક્ટલી આ કંપનીનો માલિક તથા ઇન્વેસ્ટર છે. આ કંપની પોર્ન ફિલ્મ માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે અને ફંડિંગ કરે છે.

વ્હોટ્સએપ ગ્રુપથી બિઝનેસ ડીલ થતી હતી
ક્રાઇમ બ્રાંચની તપાસમાં એક વ્હોટ્સએપ ગ્રુપ હોવાનો ભાંડો ફૂટ્યો છે. આ ગ્રુપની મદદથી કોન્ટ્રાક્ટ અંગે વાત થતી હતી. આ વ્હોટ્સએપ ચેટ ગ્રુપનું નામ ‘H Accounts’ છે. રાજ કુંદ્રા, પ્રદીપ બક્ષી સહિત પાંચ લોકો આ ગ્રુપમાં સામેલ છે. ક્રાઇમ બ્રાંચને આ ગ્રુપની ચેટ મળી છે, જેમાં રેવન્યૂ અંગે વાત કરવામાં આવતી હતી. આ ગ્રુપમાં જ રોજ કેટલી કમાણી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરનાર એક્ટ્રેસને કેટલા પૈસા આપવાના છે, બિઝનેસમાં વધારો થયો કે ઘટાડો તમામ પ્રકારની વાત થતી હતી. આ ગ્રુપમાં જ માર્કેટિંગ સ્ટ્રેટજી, વેચાણ તથા અન્ય ડીલની ચર્ચા થતી હતી.

રાજ કુંદ્રા તથા સાથીઓએ ગ્રોસ રેવન્યૂ તથા મૂવી રેવન્યૂ અંગે વાત કરી હતી.
રાજ કુંદ્રા તથા સાથીઓએ ગ્રોસ રેવન્યૂ તથા મૂવી રેવન્યૂ અંગે વાત કરી હતી.
રાજ કુંદ્રા સાથીઓ સાથે એપ પર લાઇવ શો તથા યુઝર રિવ્યૂ અંગે વાત કરે છે. ચેટમાં રેવન્યૂના આંકડા પણ છે.
રાજ કુંદ્રા સાથીઓ સાથે એપ પર લાઇવ શો તથા યુઝર રિવ્યૂ અંગે વાત કરે છે. ચેટમાં રેવન્યૂના આંકડા પણ છે.
ગ્રુપમાં રાજ કુંદ્રા એડમિન છે અને બીજા ચાર સભ્યો છે.
ગ્રુપમાં રાજ કુંદ્રા એડમિન છે અને બીજા ચાર સભ્યો છે.
ચેટમાં રાજ કુંદ્રાએ પોતાના સાથી પ્રદીપ બક્ષીને લાઇવ આર્ટિસ્ટ પ્રિયા સેનગુપ્તાને પેમેન્ટ મળ્યું ના હોવાની વાત કરી હતી.
ચેટમાં રાજ કુંદ્રાએ પોતાના સાથી પ્રદીપ બક્ષીને લાઇવ આર્ટિસ્ટ પ્રિયા સેનગુપ્તાને પેમેન્ટ મળ્યું ના હોવાની વાત કરી હતી.
રાજ કુંદ્રાએ રેવન્યૂ ઘટતાં ચિંતા પ્રગટ કરી હતી. રેવન્યૂ ઘટવાનું કારણ આપવામાં આવ્યું હતું કે અઠવાડિયે માત્ર એક જ ફિલ્મ રિલીઝ થાય છે અને તેથી આવક થતી નથી.
રાજ કુંદ્રાએ રેવન્યૂ ઘટતાં ચિંતા પ્રગટ કરી હતી. રેવન્યૂ ઘટવાનું કારણ આપવામાં આવ્યું હતું કે અઠવાડિયે માત્ર એક જ ફિલ્મ રિલીઝ થાય છે અને તેથી આવક થતી નથી.

ઉમેશ કામત કેનરિનનો ભારતમાં રિપ્રેઝેન્ટેટિવ
રાજ કુંદ્રાનો પૂર્વ PA ઉમેશ કામત કેનરિન પ્રોડક્શન હાઉસનો ભારતનો રિપ્રેઝેન્ટેટિવ હતો. એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ તથા ઉમેશ કામતને પોર્ન ફિલ્મ બનાવવાનું કામ કેનરિનના માધ્યમથી મળતું હતું. અલગ અલગ પ્રકારની પોર્ન ફિલ્મ માટેની એડવાન્સ રકમ પણ કેનરિન પ્રોડક્શન હાઉસથી જ મળતી હતી. ત્યારબાદ બંને પોર્ન ફિલ્મ બનાવતા હતા.

જરૂરિયાતમંદ યુવક-યુવતીને ફસાવવામાં આવતા
પોલીસના મતે, મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધમાં આવતી જરૂરિયાતમંદ યુવક-યુવતીઓને બિગ બેનરની ફિલ્મમાં કામ અપાવવાના બહાને ફસાવવામાં આવતા હતા. દર અઠવાડિયે એક ફિલ્મ રિલીઝ કરવામાં આવતી હતી.

કેનરિન પ્રોડક્શન હાઉસને ફિલ્મ મોકલવામાં આવતી
પોર્ન ફિલ્મ બનાવ્યા બાદ મેલ IDના માધ્યમથી કેનરિન પ્રોડક્શન હાઉસને મોકલી દેવામાં આવતી હતી. પોર્ન ફિલ્મ મળ્યા બાદ પૈસા સીધા આ લોકોના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. કેનરિન કંપનીના માધ્યમથી પોર્ન ફિલ્મને સોશિયલ મીડિયા એપ Hotshot પર અપલોડ કરવામાં આવતી હતી. આ પોર્નોગ્રાફી કેસની તપાસમાં ક્રાઇમ બ્રાંચની સામે એ વાત આવી કે કેનરિન પ્રોડક્શન હાઉસ દેશભરમાં વિવિદ એજન્ટની મદદથી પોર્નોગ્રાફીનો બિઝનેસ કરે છે અને પોર્નોગ્રાફીનું ફંડિંગ પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here