પોર્નોગ્રાફી કેસ : સચિન વાજેના કારણે પાંચ મહિના સુધી ટળી રાજ કુન્દ્રાની ધરપકડ

0
0

પોર્નોગ્રાફિક ફિલ્મોના મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પાંચ મહિનાથી ટળી રહી હતી અને તેનુ કારણ મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજે હોવાનો ખુલાસો થયો છે.

રાજ કુન્દ્રાને પોલીસ ફેબ્રૂઆરી મહિનામાં જ જેલના સળિયા પાછળ ધકેલવા માંગતી હતી પણ તે દરમિયાનમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકો મળી આવ્યા બાદ પોલીસનુ ધ્યાન આ કેસ પર કેન્દ્રીત થઈ ગયુ હતુ અને તેમાં પણ સચિન વાજેની સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસ તંત્રમાં પણ ભારે ઉથલ પાથલ થઈ હતી. જેમાં રાજ કુન્દ્રાના કેસની તપાસ કરી રહેલા અધિકારીઓની પણ બદલીઓ થઈ હતી.

આમ કુન્દ્રા સામે પૂરાવા હોવા છતા તેની ધરપકડામાં પાંચ મહિના લાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોર્ટે કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે તેને લઈને ભાયખલ્લા જેલમાં જઈ રહી હતી ત્યારે કુન્દ્રાના ચહેરા પર ઉદાસી જોઈ શકાતી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રા અને બીજા કેટલાક લોકો પોર્ન ફિલ્મો બનાવવામાં સંડોવાયેલા હોવાના સ્ફોટક ખુલાસા થઈ ચુકયા છે. રાજ કુન્દ્રાના રેકેટના ભાગરૂપે મુંબઈના મડ આઈલેન્ડના બંગલામાં પોર્ન ફિલ્મોનુ શૂટિંગ થતુ હોવાનુ પણ પોલીસને જાણવા મળ્યુ હતુ અને પોલીસે રેડ પાડ્યા બાદ આખુ રેકેટ સામે આવ્યુ હતુ. આ મામલામાં અગાઉ બીજા લોકોની ધરપકડ થઈ ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here