Saturday, September 18, 2021
Homeપોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રા વિદેશ ભાગી ના જાય તે માટે ક્રાઇમ...
Array

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રા વિદેશ ભાગી ના જાય તે માટે ક્રાઇમ બ્રાંચે તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. બુધવાર, 28 જુલાઈના રોજ રાજની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. રાજ કુંદ્રા વિદેશ ભાગી ના જાય તે માટે તેનો પાસપોર્ટ ક્રાઇમ બ્રાંચે એપ્રિલ મહિનામાં જ જપ્ત કરી લીધો હતો. ક્રાઇમ બ્રાંચની તપાસમાં જ્યારે રાજનું નામ સામે આવ્યું ત્યારે જ પોલીસે તેનો પાસપોર્ટ લઈ લીધો હતો.

રાજ કુંદ્રાની જામીન અરજીની સુનાવણી દરમિયાન શું થયું?
પોર્ન કેસમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રા તથા તેના સાથીદાર રયાન થોરપેની જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષ એટલે કે રાજના વકીલ આબાદ પોંડાએ કોર્ટમાં કહ્યું હતું,

આ કેસમાં ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે.

  • આ બંને આરોપીઓ ઉપરાંત આ કેસમાં પહેલાં જેની ધરપકડ કરવામાં આવી હતી તે 9 આરોપી જામીન પર છે.
  • આ કેસમાં પહેલાં જેમની ધરપકડ કરવામાં આવી હતી તેમની પર રાજ તથા રયાન કરતાં પણ વધુ ગંભીર આરોપ છે.
  • રાજ તથા રયાનની જે કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તે તમામ કલમોમાં 7 વર્ષથી વધુની સજા નથી.
  • રાજ કુંદ્રા માટે વકીલે કહ્યું હતું કે તેમનો પરિવાર મુંબઈમાં જ રહે છે અને આ જ કારણે તે તપાસ માટે જ્યારે બોલાવવામાં આવશે ત્યારે હાજર રહેશે.
  • આરોપમાં આજીવન કેદ અથવા ફાંસીની સજા એવી કોઈ સજા નથી, આથી જામીન આપવા જોઈએ.
  • પોલીસનો હેતુ માત્ર એ એવો હોવો જોઈએ કે આરોપી તપાસ દરમિયાન હાજર રહે.
  • પોલીસ એમ કહે છે કે રાજ કુંદ્રા જો જેલની બહાર જાય તો પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. જામીન પર છૂટેલા દરેક આરોપી પર આ વાત લાગુ પડે છે.
  • અન્ય કોર્ટમાં એક ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જો પોલીસ પુરાવા સાથે છેડછાડની સંભાવના વ્યક્ત કરતી હોય તો આ પોલીસની ખરાબ સ્થિતિ દર્શાવે છે.
  • પોલીસ કહે છે કે કુંદ્રા બ્રિટિશ નાગરિક છે અને તે ભાગી શકે છે. જોકે, પોલીસ પાસે પહેલેથી જ કુંદ્રાનો પાસપોર્ટ છે.

પોલીસ અધિકારીઓએ કોર્ટમાં શું કહ્યું?

  • અમારી સામે એક વધુ પીડિતા આવી છે. તેણે આ કેસમાં પોતાનું નિવેદન આપીને FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) કરી છે.
  • આ કેસમાં અનેક આરોપી સામે આવી રહ્યાં છે.
  • આરોપી આ કેસમાં બીજા સંભવિત આરોપીઓને ભગાડવામાં મદદ કરી શકે છે.
  • આ કેસમાં ફાઈનાન્શિયલ ઓડિટ કરવાનું બાકી છે.
  • આરોપી આ કેસમાં અન્ય સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
  • રયાન થોરપે IT (ઇન્ફર્મેશન ટેક્નોલોજી) એક્સપર્ટ છે અને તે ડિજિટલ પુરાવાનો નાશ કરી શકે છે.

પબ્લિક પ્રોસિક્યૂટરે કોર્ટમાં શું કહ્યું?

  • આરોપી ઘણો જ ગંભીર તથા પ્રભાવશાળી છે.
  • હજી વધુ પીડિત-પીડિતા સામે આવવાના બાકી છે. તે તેમને પ્રભાવિત કરી શકે છે.

બચાવ પક્ષે શું કહ્યું?

  • અમારો આરોપી ટેરરિસ્ટ છે?
  • અત્યાર સુધી એવી કોઈ ફરિયાદ કે પુરાવા મળ્યા નથી, જેમાં આ વાત સામે આવી હોય કે આરોપી પુરાવાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.

પબ્લિક પ્રોસિક્યૂટરની દલીલ

  • આ કેસમાં ઇલેક્ટ્રોનિક એવિડન્સનો નાશ કરવામાં આવી શકે છે, આથી જ IPC (ઇન્ડિયન પિનલ કોડ)ની કલમ 201 લગાવવામાં આવી છે.

તો બચાવ પક્ષે કહ્યું હતું, IPCની કલમ 201 જામીનપાત્ર છે.

આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments