Saturday, September 18, 2021
Homeપોર્નોગ્રાફી કેસ : મોડલ ઝોયા રાઠોડનો રાજ કુંદ્રા પર સનસનાટીભર્યો આરોપ
Array

પોર્નોગ્રાફી કેસ : મોડલ ઝોયા રાઠોડનો રાજ કુંદ્રા પર સનસનાટીભર્યો આરોપ

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ હવે રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. હવે મોડલ ઝોયા રાઠોડે પોર્ન રેકેટ અંગે ચોંકાવનારી વાતો કહી છે. ઝોયાએ કહ્યું હતું કે તેને રાજ કુંદ્રા તરફથી પોર્ન ફિલ્મની ઑફર મળી હતી. આટલું જ નહીં ઉમેશ કામતે હોટશોટ્સ એપ માટે કામ કરવા અનેકવાર ફોન કર્યો હતો.

વ્હોટ્સએપ પર ન્યૂડ ઓડિશન માગ્યું હતું

ઝોયાએ આગળ કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઉમેશની ધરપકડ પહેલાં તેણે તેને એડલ્ટ ફિલ્મમાં કામ કરવાની ઑફર કરી હતી. ઉમેશે ઝોયાને ઓફિસને બદલે વ્હોટ્એપ પર ન્યૂડ ઓડિશન આપવાનું કહ્યું હતું. જોકે, ઝોયાએ આમ કરવાની ના પાડી દીધી હોવા છતાંય ઉમેશ કામત તેને સતત ફોન કરતો હતો. એડલ્ટ ફિલ્મ માટે તેને રોજના 20 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી.

70 હજાર આપવાની વાત કરી હતી

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઝોયાએ કહ્યું હતું કે ધરપકડ થઈ તે પહેલાં સુધી ઉમેશના ફોન આવતા હતા. હોટશોટ્સ એપ માટે કામ કરનારા રોય નામની વ્યક્તિએ પણ તેને ફોન કર્યો હતો. રોયે કહ્યું હતું કે તે ઇંગ્લેન્ડમાં રહે છે અને ઇન્ટરનેશનલ લેવલ પર હોટશોટ્સ માટે ન્યૂડ વેબસિરીઝ બનાવે છે. રોય તેને એમ પણ કહ્યું હતું કે જો તે ઑફર સ્વીકારે છે તો તે રોજના 70 હજાર રૂપિયાનું પેમેન્ટ કરશે.

યશ ઠાકુર-રાજ કુંદ્રા સાથે હોવાની જાણ નથી

ઝોયા રાઠોડે ‘બડે અચ્છે લગતે હૈ’, ‘સૌભાગ્યવતી ભવ’ તથા ‘ફિયર ફાઇલ્સ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. ઝોયાએ યશ ઠાકુરની સાથે ન્યૂફ્લિક્સ એપ માટે બોલ્ડ શો કર્યો હતો. તેણે 2020માં યશ ઠાકુરની સાથે ‘માલિકાના હક’માં પણ કામ કર્યું હતું. ઝોયાએ દાવો કર્યો હતો કે યશ ઠાકુર તથા રાજ કુંદ્રા સાથે છે તે અંગેની તેને કોઈ માહિતી નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments