Saturday, September 25, 2021
Homeપોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાએ પોતાની પોલીસ કસ્ટડીને પડકાર આપતી જામીનની અરજી...
Array

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાએ પોતાની પોલીસ કસ્ટડીને પડકાર આપતી જામીનની અરજી પર સુનાવણી

રાજ કુંદ્રાએ પોતાની પોલીસ કસ્ટડીને પડકાર આપતી તથા જામીનની અરજી પર આજે, 27 જુલાઈના રોજ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થશે. પોર્નોગ્રાફી કેસમાં રાજની પોલીસ કસ્ટડી આજે પૂરી થાય છે. પોલીસ રાજ કુંદ્રા તથા રયાનની કસ્ટડી વધારવાની માગણી કરશે.

આ કારણે ધરપકડને કોર્ટમાં પડકારી
લૉ એસોસિયટ્સના માધ્યમથી દાખલ કરવામાં આવેલી કુંદ્રાની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અશ્લીલ સામગ્રી બનાવવા તથા પબ્લિશ કરવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી અને પછી જામીન મળી ગયા હતા. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ 19 જુલાઈના રોજ રાજની ઓફિસ આવ્યા હતા અને તપાસ બાદ નિવેદન આપવાના બહાને ભાયખલ્લા ઓફિસ બોલાવ્યો હતો. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

શર્લિને ધરપકડથી બચવા કોર્ટમાં અરજી કરી
શર્લિન વિરુદ્ધ પોર્નોગ્રાફી કેસમાં સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. તેણે 27 જુલાઈ, સવારે 11 વાગે ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં હાજર થવાનું છે. જોકે, શર્લિને પહેલાં જ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. શર્લિને પહેલાં જ ક્રાઇમ બ્રાંચને આ અરજી અંગે જાણ કરી દીધી છે.

ગેહના 2-3 દિવસમાં હાજર થશે
ક્રાઇમ બ્રાંચે ગેહના વશિષ્ઠને પણ સમન્સ પાઠવ્યું હતું. હવે તેની વકીલ સોનાજી કલેલે કહ્યું હતું કે તેમની ક્લાયન્ટ 2-3 દિવસની અંદર ક્રાઇમ બ્રાંચ સામે હાજર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments