Monday, September 20, 2021
Homeપોર્નોગ્રાફી કેસ : શિલ્પા અને રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશથી રૂપિયા આવતા હતા
Array

પોર્નોગ્રાફી કેસ : શિલ્પા અને રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશથી રૂપિયા આવતા હતા

મુંબઈ પોલીસની પૂછપરછ પછી પ્રવર્તન નિદેશાલય(ED) રાજ કુંદ્રા વિરુદ્ધ મની મની લોન્ડ્રરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ 26 જુલાઈ પછી ગમે ત્યારે કેસ ફાઈલ કરી શકે છે. મુંબઈ પોલીસના પ્રોટોકોલ પ્રમાણે, EDને ફાઈનાન્શિયલ ઈરેગ્યુલારિટીઝ તપાસવા માટે સૂચન કરવામાં આવશે તેમાં ફોરેન એક્સચેન્જ વાયોલેશન પણ સામેલ છે.

PMLA અને FEMA હેઠળ સમન મોકલવામાં આવશે
ED કેસ ફાઈલ કર્યા પછી તપાસ શરુ કર્યા પહેલાં મુંબઈ પોલીસ પાસેથી FIRની કોપી લેશે. પૂછપરછ શરુ કર્યા પહેલાં રાજ કુંદ્રા વિરુદ્ધ PMLA અને FEMA હેઠળ સમન મોકલવામાં આવી શકે છે. રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર રિલીઝ કરવાનાં આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. 27 જુલાઈ સુધી તે પોલીસ કસ્ટડીમાં છે.

રૂપિયાની લેવડ-દેવડ સાથે જોડાયેલા 25 પ્રશ્નો, મુંબઈ પોલીસને ક્લીન ચીટ મળી
શુક્રવારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પાને જોઈન્ટ અકાઉન્ટમાં થયેલી લેવડ-દેવડના પ્રશ્નો પૂછ્યા હતા અને ઘરમાં પણ શોધખોળ કરી હતી. શિલ્પાને આશરે 20થી 25 પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી મોટાભાગના ઇન્ટરનેશનલ એક્સચેન્જના હતા. આ કપલનું જોઈન્ટ અકાઉન્ટ નેશનલાઈઝ્ડ બેંકમાં છે. એક અધિકારીએ નામ ના છાપવાની શરતે કહ્યું કે, કપલના અકાઉન્ટમાં ફંડ વિદેશના ઘણા રૂટમાંથી આવ્યું છે. તેની તપાસ કરવામાં આવી છે અને અમે ફોરેન્સિક એક્સપર્ટની મદદ પણ લઇ રહ્યા છીએ. જો કે, મુંબઈ પોલીસે શિલ્પાને ક્લીન ચીટ આપી છે કારણકે પોર્ન રેકેટમાં તેના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

  • તપાસમાં ખબર પડી કે, શિલ્પાના અકાઉન્ટમાં એક મોટી રકમ આફ્રિકા અને લંડનથી ટ્રાન્સફર થઈ છે. આ વાતની જાણકારી આયકર વિભાગથી છુપાવી હતી.
  • રાજ કુંદ્રા પર ક્રિકેટ સટ્ટાબાજિ સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા છે. શિલ્પાના અકાઉન્ટમાં પણ ઘણા રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ઘણીવાર ક્રિકેટ બેટિંગ દરમિયાન એક્ટ્રેસના બેંક અકાઉન્ટનો ઉપયોગ થયો હતો.
  • મુંબઈ પોલીસનું માનવું છે કે, શિલ્પાને તેના પતિના સમગ્ર બિઝનેસ અને તેની સાથે જોડાયેલી તમામ માહિતી ખબર હતી પરંતુ પતિને બચાવવા સ્વીકારી રહી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments