Wednesday, September 29, 2021
Homeપોર્નોગ્રાફી કેસ : શિલ્પાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી પોતાની પ્રાઇવસીને માન આપવાનું...
Array

પોર્નોગ્રાફી કેસ : શિલ્પાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી પોતાની પ્રાઇવસીને માન આપવાનું કહ્યું

શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં રાજ કુંદ્રા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ દરમિયાન રાજ કુંદ્રાના પોર્ન રેકેટમાં અનેક વાતો સામે આવી છે. અત્યાર સુધી શિલ્પા શેટ્ટીએ આ અંગે કોઈ વાત કરી નહોતી. શિલ્પાએ સો.મીડિયામાં હાલમાં જ એક પોસ્ટ શૅર કરી હતી. તેણે આ પોસ્ટમાં પોતાની પ્રાઇવસીને માન આપવાનું કહ્યું છે અને છેલ્લે તેણે કહ્યું હતું કે સત્યમેવ જયતે.

શિલ્પા શેટ્ટીનું નિવેદન
શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘હા, છેલ્લાં થોડાં દિવસ દરેક રીતે પડકારજનક રહ્યા છે. ઘણી જ અફવાઓ તથા આરોપો મૂકવામાં આવ્યા. મીડિયાએ ઘણી જ ખોટી રીતે મારી પર લાંછન લગાવ્યું અને કહેવાતા શુભેચ્છકોએ પણ આમ જ કર્યું. બહુ જ ટ્રોલ કરવામાં આવી અને સવાલો ઉઠાવવામાં આવ્યા. માત્ર મારી પર નહીં, પરંતુ મારા પરિવાર પર પણ. મારું સ્ટેન્ડ… મેં હજી સુધી આ અંગે કોઈ કમેન્ટ કરી નથી.

હું મારું વર્તન આ જ રીતનું રાખીશ, કારણ કે આ કેસ કોર્ટમાં છે, આથી જ મહેરબાની કરીને મારા વતી ખોટી વાતો ફેલાવશો નહીં. હું સેલિબ્રિટી તરીકેની મારી ફિલોસોફી, ‘ક્યારેય ફરિયાદ કરવી નહીં અને ક્યારેય ખુલાસો આપવો નહીં’ને અનુસરીશ. હું એમ જ કહીશ કે આ કેસમાં હજી તપાસ ચાલુ છે. મને મુંબઈ પોલીસ તથા ભારતીય કાયદા પર મને પૂરો વિશ્વાસ છે.

પરિવાર તરીકે અમે કાયદાની મદદ લઈ રહ્યા છીએ, પરંતુ ત્યાં સુધી હું તમને વિનંતી કરું છું, ખાસ કરીને માતા તરીકે મારા બાળકોને ખાતર અમારી પ્રાઇવસીને માન આપો અને વિનંતી કરું છું કે સત્યતા તપાસ્યા વગર ક્યારેય અડધી માહિતી છાપો નહીં. હું ગર્વથી ભારતીય નાગરિકનું પાલન કરતી વ્યક્તિ છું અને છેલ્લાં 29 વર્ષથી પ્રોફેશનલ લાઇફમાં ઘણી જ મહેનત કરું છું. લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને હું તેમનો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં.

તેથી, સૌથી મહત્ત્વનું, હું વિનંતી કરું છું કે આ સમયમાં મારા પરિવાર તથા મારા પ્રાઇવસીના મારા અધિકારને માન આપો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. મહેરબાની કરીને કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે. હકારત્મકતા તથા કૃતજ્ઞતા સાથે – શિલ્પા શેટ્ટી કુંદ્રા.’

શિલ્પાએ મીડિયા હાઉસ પર માનહાનિનો કેસ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે શિલ્પાએ થોડાં દિવસો પહેલાં 29 મીડિયા હાઉસ તથા યુ ટ્યૂબ ચેનલ પર 25 કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો. શિલ્પાએ મીડિયા પર આરોપ મૂક્યો હતો કે તેની ઇમેજને બદનામ કરવામાં આવી છે. શિલ્પાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે રાજ કુંદ્રાની ધરપકડ બાદ મીડિયામાં તેના નામને બદનામ કરવામાં આવે છે, ખોટી સમાચારોથી તેની ઇમેજ ખરાબ થઈ છે.

હાઇકોર્ટે શું કહ્યું?
હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસ નિવેદનોને આધારે કરવામાં આવેલું રિપોર્ટિંગ માનહાનિ નથી. તમે તમારી જાતે પબ્લિક લાઇફ પસંદ કરી છે, આથી આવા આર્ટિકલ માનહાનિ નથી. મુંબઈ ક્રાઇમ બ્રાંચે હજી સુધી પોર્નોગ્રાફી કેસમાં શિલ્પાને ક્લિન ચિટ આપી નથી.

આ પહેલાં શિલ્પાએ કહ્યું હતું, હું પડકારોનો સામનો કરીને આમાંથી બહાર આવીશ’
શિલ્પાએ સો.મીડિયામાં પુસ્તકનું પાનું શૅર કર્યું હતું. આ પોસ્ટમાં જેમ્સ થર્બની વાત કરવામાં આવી હતી. પેજમાં લખવામાં આવ્યું હતું, ‘ગુસ્સામાં પાછળ ફરીને ના જુઓ અથવા ડરથી આગળ ના જુઓ, પરંતુ સચેત અવસ્થામાં ચારેબાજુ જુઓ.’

‘આપણને જે લોકોએ દુઃખ પહોંચાડ્યું હોય તેની તરફ આપણે ગુસ્સામાં પાછળ ફરીને જોઈએ છીએ, જે નિરાશા આપણે અનુભવી, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું, આપણને સતત ડર લાગે છે કે આપણે ક્યાંક નોકરી ગુમાવી ના દઈએ, કોઈ બીમારીનો ભોગ ના બનીએ અથવા તો કોઈ પ્રિયજનનું મૃત્યુ ના થાય. આપણે જે સ્થાન પર રહેવાની જરૂર છે એ ત્યાં જ છે. અત્યારે જે થઈ રહ્યું છે અથવા શું થઈ શકે છે એને લઈ કોઈ ચિંતા ના કરો, પરંતુ પૂરી રીતે સચેત થઈને આસપાસ જોવાની જરૂર છે.’

તેણે વધુમાં આગળ કહ્યું , ‘હું એક ઊંડો શ્વાસ લઉં છું, મને ખ્યાલ છે કે હું જીવિત રહેવા માટે ભાગ્યશાળી છું. હું ભૂતકાળમાં પડકારોનો સામાનો કરી ચૂકી છું અને ભવિષ્યમાં પડકારોનો સામનો કરીને બહાર આવીશ. આજે મારે મારા જીવનથી વિચલિત થવાની જરૂર નથી.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments