ફૂટબોલ : ચેમ્પિયન્સ લીગ : પોર્તોની રોનાલ્ડોની ક્લબ યુવેન્ટ્સ પર પહેલી જીત : 9 માર્ચે બીજી લીગનો મુકાબલો.

0
5

ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલમાં પહેલી લીગમાં પોર્ટુગલની ક્લબ પોર્તોએ ઇટાલિયન ક્લબ યુવેન્ટ્સને 2-1 થી માત આપી છે. લીગના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે રોનાલ્ડોની ક્લબ યુવેન્ટ્સને પોર્તો સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પોર્તો ક્લબ માટે મેહદી ટૈરેમીએ બીજી અને મૌસા મારેગાએ 46મી મીનીટે ગોલ કર્યો હતો.

યુવેન્ટ્સ ક્લબ માટે એકમાત્ર ગોલ 82મી મીનીટે ફેડેરિકોએ કર્યો હતો. ફેડેરિકો યુવેન્ટ્સ માટે રોનાલ્ડોને બાદ કરતા 2018 બાદ લીગની નૉકઆઉટ મેચમાં ગોલ કરનાર પહેલો ખેલાડી છે. બીજી લેગની મેચમાં 9 માર્ચે યુવેન્ટ્સના સ્થાનીક મેદાનમાં થશે. લીગની અન્ય ક્વાર્ટર ફાઇનલ મેચમાં જર્મનીની ક્લબ બોરૂસિયા ડૉર્ટમંડે સ્પેનિશ ક્લબ સેવિલાને 3-2 થી માત આપી. ડૉર્ટમંડ માટે મહમુદ દાહૌદે 19મી, હાલૈંડે 27મી અને 43મી મીનીટે ગોલ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here