મહેસાણા : શહેરમાં વધુ 11 સહિત જિલ્લામાં 23 કોરોના પોઝિટિવ, બેનાં મોત : 5ને રજા

0
3

મહેસાણા. જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રવિવારે નોંધાયેલા 23 કોરોના પોઝિટિવ પૈકી સૌથી વધુ મહેસાણા શહેરના 11 કેસ અને તાલુકાના 2 મળી 13 કેસનો સમાવેશ થાય છે. જ્યારે કડી શહેરમાં વધુ 5, વિસનગર શહેર-તાલુકામાં 3, વિજાપુર અને ખેરાલુમાં 1-1 કેસ બહાર આવ્યા હતા. જ્યારે બહુચરાજીના 2નાં મોત થયાં હતાં.

આરોગ્ય વિભાગે દર્દીના સંપર્ક આવેલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા અને સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટમાં મૂકવા કાર્યવાહી કરી હતી. જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 661 થઇ છે. રવિવારે સરકારી હોસ્પિટલમાં 10 દર્દીના, જ્યારે ખાનગી લેબમાં 13 દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. 202 સેમ્પલના આવેલા રિઝલ્ટમાંથી 192 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જ્યારે પાંચ દર્દીઓને રજા અપાઇ હતી.

કોરોના સંક્રમિત વિસ્તાર
મહેસાણા : (કૌંસમાં ઉંમર છે)

 • ધોબીઘાટ (23) (સ્ત્રી), (44) (પુરૂષ)
 • વી.કે.વાડી પાસે (53) (પુરૂષ)
 • ઓડવાડ (55) (પુરૂષ)
 • રાધનપુર રોડ (43) અને (33) (પુરૂષ)
 • ગાયત્રી મંદિર પાસે હાઇવે (44) (પુરૂષ)
 • નિરમા ફેક્ટરી પાસે (67) (પુરૂષ)
 • જેલ રોડ (60) (સ્ત્રી)
 • હીરાનગર ચોક (31) (પુરૂષ)
 • માનવ આશ્રમ રોડ (35) (પુરૂષ)
 • પુનાસણ (55) (પુરૂષ)
 • લાંઘણજ (28) (પુરૂષ)

કડી :

 • સુજાતપુરા રોડ (35) અને (58) (પુરૂષ)
 • એસ.વી. કેમ્પસ સામે (23) (સ્ત્રી)
 • એસ.વી. કેમ્પસ સામે (35) (પુરૂષ)
 • ભાવપુરા કડી (37) (સ્ત્રી)

વિસનગર : વિસનગર (42) (પુરૂષ)

 • કાંસા (49) (પુરૂષ)
 • રામપુરા (25) (પુરૂષ)

વિજાપુર : ટી.બી. રોડ
ખેરાલુ :

 • કલ્યાણપુરા મલેકપુર (34) (પુરૂષ)