દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં ઘેરલુ શેરબજાર સતત પાંચમા દિવસે વધીને બંધ આવ્યું છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 187 અંક વધીને 36,674 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 36 પોઈન્ટના નજીવા વધારા સાથે 10,799 નજીક બંધ આવ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અંતિમ સેશનમાં 429 અંક ઉછળીને 22,628 નજીક સેટલ થયો છે.
આ સિવાય બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.58 ટકા અને 0.57 ટકા ઉછળીને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર ઓટો સેક્ટરને બાકાત કરી કન્ઝ્યુમર ડ્યુરેબલ, એનર્જી, FMCG, હેલ્થકેર, ઓઇલ, મેટલ અને પાવર સેક્ટર્સમાં મંદ વલણ જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે અંતિમ સેશનમાં લગભગ 1,312 સ્ક્રીપ્ટ્સમાં તેજી જ્યારે 1,374 સ્ક્રીપ્ટ્સમાં મંદી જોવા મળી છે. જ્યારે 151 શેર્સ ફેરફાર વગર રહ્યા છે.
Sensex jumps 187.24 points to end at 36,674.52; Nifty rises 36 points to 10,799.65
— Press Trust of India (@PTI_News) July 7, 2020
રૂપિયામાં 25 પૈસાનો કડાકો:
ભારતીય ચલણની વાત કરીએ તો આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો અંતિમ સેશનમાં 25 પૈસા ગગડીને 74.93 પર બંધ આવ્યો છે. આ પહેલા ઘરેલુ ઇક્વિટી માર્કેટની વોલેટિલિટીના કારણે રૂપિયો 74.70 પર ખુલ્યો હતો. જ્યારે સોમવારે 74.68 પર બંધ આવ્યો હતો. દેશમાં કોરોના વાયરસની સ્થિતિ, ચીન સાથે વિવાદ અને આર્થિક વિકાસ અંગે રોકાણકારોમાં ચિંતા સેવાઈ છે જેની અસર ઘરેલુ શેરમાર્કેટમાં જોવા મળી રહી છે.