સતત બીજા દિવસે શેરબજારનું પોઝિટિવ સેટલમેન્ટ, ડોલર સામે રૂપિયો 3 પૈસા ગગડ્યો

0
5

દિવસભરની વાધઘટ બાદ અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર વધીને સેટલ થયું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 419 અંક અથવા 1.16 ટકા વધીને 36,471 નજીક જ્યારે નિફ્ટી 50 121 પોઈન્ટ અથવા 1.15 ટકા ઉછળીને 10,739 નજીક બંધ આવ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અંતિમ સેશનમાં 256 પોઈન્ટના સુધારા સાથે 21,597 નજીક સેટલ થયો છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ 0.71 ટકા વધીને જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ગગડીને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ટેલિકોમ સેક્ટર્સને છોડી અન્ય તમામ સેક્ટર્સમાં પોઝિટિવ સેટલમેન્ટ જોવા મળ્યું છે. આજે સતત બીજા દિવસે અંતિમ સેશનમાં માર્કેટ પોઝિટિવ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે 1058 શેર્સમાં તેજી, 1512 શેર્સમાં મંદી અને 158 શેર્સ ફેરફાર વગર રહ્યા છે.

ડોલર સામે રૂપિયો 3 પૈસા ગગડ્યો:

ચલણની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો 3 પૈસા ગગડીને 75.18 પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા શરૂઆતમાં 75.23 પર ખુલ્યો હતો. જ્યારે બુધવારે ડોલર સામે રૂપિયો 75.15 પર બંધ આવ્યો હતો.