કોરોના વોરિયર્સ – સોલા સિવિલમાં CMO, ડોકટર, નર્સ સહિત વધુ ચાર પોઝિટિવ

0
11
સોલા સિવિલની ફાઇલ તસવીર.
  • અગાઉ 6 ડોક્ટર અને 10 નર્સને પણ ચેપ લાગ્યો હતો
સોલા સિવિલની ફાઇલ તસવીર.

સીએન 24,ગુજરાત

અમદાવાદસોલા સિવિલમાં કોરોનાના દર્દીની સારવાર શરૂ થયા બાદ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ 4 કોરોનાની લપેટમાં આવ્યાં છે. આ સાથે હોસ્પિટલમાં કોરોનાનાં સંક્રમણમાં સપડાયા હોય તેવાં પોઝિટિવ કેસનો આંકડો 20 પર પહોંચ્યો છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં છેલ્લાં 3 દિવસમાં હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકે કાર્યરત સીએમઓ,  ગાયનેક વિભાગના બે ડોકટર અને 1 ઇન્ચાર્જ સ્ટાફ નર્સ સહિત વધુ 4 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ પહેલાં પણ હોસ્પિટલ સ્ટાફની 10 નર્સ અને 6 જેટલાં ડોકટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ છેલ્લાં ત્રણ દિવસમાં નોંધાયેલા હોસ્પિટલ સ્ટાફના વધુ 4 પોઝિટિવ  સાથે કુલ કેસનો આંકડો 20 પર પહોંચ્યો છે.
કેન્સર હોસ્પિટલની વધુ 2 નર્સને કોરોના, પોઝિટિવ કેસનો આંકડો 110 પર પહોંચ્યો
કેન્સર હોસ્પિટલમાં ગુરુવારે હોસ્પિટલની નર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલ સ્ટાફમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 110 પર પહોંચ્યો છે. હોસ્પિટલના આધારભૂત સૂત્રોનાં જણાવ્યાં મુજબ, છેલ્લાં દોઢ મહિનામાં કેન્સર હોસ્પિટલ સ્ટાફનાં 108 જેટલાં લોકો કોરોનાની લપેટમાં આવ્યાં છે. ત્યારે ગુરુવારે હોસ્પિટલનાં પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં ફરજ બજાવતી એક નર્સ સહિત 2 નર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ગુરુવારે નોંધાયેલાં બે કેસ સાથે કેન્સર હોસ્પિટલનાં સ્ટાફનાં 110થી વધુ લોકો કોરોનાનાં સંક્રમણમાં સપડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here