ડિલિવરી પછીનો ઇન્ટરવ્યૂ : ગીતા બસરાએ કહ્યું, લેબર રૂમમાં હરભજન સિંહ જોડે હતો

0
5

બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરાએ 10 જુલાઈના રોજ બીજા સંતાનને જન્મ આપ્યો હતો. ગીતા બસરા તથા હરભજન સિંહ દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. આ પહેલાં બંનેને દીકરી હિનાયા છે. હાલમાં ત્રણેય ન્યૂ બોર્ન બેબી સાથે સમય પસાર કરી રહ્યાં છે. હજી સુધી બંનેએ દીકરાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ગીતાએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ નામ જાહેર કરશે. ગીતાએ એમ પણ કહ્યું હતું કે લેબર રૂમમાં તેની સાથે હરભજન સિંહ હતો.

નોર્મલ ડિલિવરી થઈ
ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં ગીતા બસરાએ કહ્યું હતું કે તેની ડિલિવરી નોર્મલ થઈ હતી. તે ડૉક્ટર્સ તથા સ્ટાફની આભારી છે. પહેલી ડિલિવરી વખતે તેને ઘણી જ મુશ્કેલી પડી હતી. ગીતાએ દીકરાના નામ અંગે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે જ તેણે દીકરાનું નામ વિચારીને રાખ્યું હતું. તે દીકરાને છોટુ કહીને બોલાવે છે અને ભજ્જી શેરા કહે છે.

કોવિડને કારણે માતા ના આવી શકી
વધુમાં ગીતા બસરાએ કહ્યું હતું કે તેની માતા લંડનથી ભારત આવવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ કોવિડ 19ને કારણે ટિકિટ કેન્સલ કરાવી હતી. દીકરાનો જન્મ થયો ત્યારથી હરભજનની બહેન તેમની સાથે છે અને તેને કારણે ઘણી જ મદદ મળે છે.

ભજ્જી લેબર રૂમમાં હતો
ગીતા બસરાને એમ પણ કહ્યું હતું કે તે જ્યારે હોસ્પિટલના લેબર રૂમમાં હતી ત્યારે હરભજન પણ સાથે જ હતો. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે ભજ્જીએ ફોટો ક્લિક કર્યા હતા. ભજ્જીને બાળકો ઘણાં જ પસંદ છે. તે સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકરના બાળકોને બહુ જ રમાડતો હતો.

ગીતા બસરાને પૂછવામાં આવ્યું કે ભજ્જીએ લેબર રૂમમાં ભાંગડા કર્યા હતા? જેના જવાબમાં ગીતાએ હસીને કહ્યું હતું કે એવું તો નહોતું કર્યું, પરંતુ તે બાળકને જોયા બાદ સાતમા આસમાને પહોંચી ગયો હતો. તે ઘણો જ ખુશ છે.

દીકરીનું રિએક્શન કેવું છે?
ગીતાએ કહ્યું હતું કે હિનાયા સતત ભાઈને જોતી હોય છે. ગીતાને વિશ્વાસ છે કે હરભજન પોતાના દીકરાને ક્રિકેટર જ બનાવશે.

રાતમાં નેપી ભજ્જી ચેન્જ કરે છે
ગીતા બસરાએ જણાવ્યું હતું કે રાતમાં નેપી હરભજન જ બદલે છે. તે જાગે અને હરભજનને કંઈ કહે તે પહેલાં જ ભજ્જી બાળકની બાજુમાં જ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here