પોસ્ટ ગ્રેજ્યુએટ પેથોલોજિસ્ટ જ લેબ રિપોર્ટ પર સાઈન કરી શકેઃ બોમ્બે હાઈકોર્ટ

0
0

મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં માત્ર ક્વોલિફાઈડ પોસ્ટ ગ્રેજ્યુએટ પેથોલોજિસ્ટ જ લેબ પરીક્ષણના રિપોર્ટ પર સહી કરી શકશે અને આવો રિપોર્ટ જ માન્ય ગણાશે તેમ ઠેરવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ચુકાદો આપતી વેળાએ બોમ્બે હાઈકોર્ટે અગાઉ 12 ડિસેમ્બર, 2017ના રોજ ગુજરાત હાઈકોર્ટે આ સબબ આપેલા ચુકાદાને અક્ષરસઃ યથાવત ઠેરવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, એમડી પેથોલોજી હોય તેવા તબીબો જ લેબ રિપોર્ટ માટે જવાબદાર ગણાશે. રસપ્રદ છે કે, ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો છે.

રાજ્યમાં 70 ટકા લેબોરેટરી ટેકનિશિયન દ્વારા સંચાલિત કરવામાં આવે છે
કોર્ટના આ નિર્ણયને તમામ પેથોલોજિસ્ટે આવકાર્યો છે અને તેઓને આશા છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનો અમલ શરૂ કરે. પેથોલોજિસ્ટનું કહેવું છે કે ‘અમે લાંબા સમયથી આ મુદ્દા માટે લડત આપી રહ્યાં છીએ. સરકારે હંમેશાં અગાઉનાં આદેશોને સાઈડ લાઈન રાખ્યા હતા.પરંતુ અમને આશા છે કે તેઓ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયની સાથે રહેશે’ ડો કુલકર્ણીના મતે, રાજ્યમાં લગભગ 11,000 લેબોરેટરી છે. જેમાંથી લગભગ 70% ટેકનિશિયન દ્વારા સંચાલિત કરવામાં છે.

2005માં MCIએ પીઆઈએલ દાખલ કરી
2001માં નાગપુર સ્થિત પેથોલોજિસ્ટે મેજિકલ કાઉન્સિક ઓફ ઈન્ડિયા(MCI)ને લેબોરેટરીના અહેવાલ પર કોણ સહી કરી શકે તે અંગે સ્પષ્ટતા આપવા જણાવ્યું હતું. MCIએ પેથોલોજિસ્ટના અગાઉના કેસોમાં નિર્દેશ આપ્યો હતો. જ્યાં માન્યા વગર સહી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે ક્વોલીફિકેશન વગર લેબોરેટરી ચલાવતા લોકો સામે નાગપુરમાં પોલીસમાં કેસ થયા હતા. 2005માં પોલીસે કાર્યવાહી બંધ કર્યા બાદ MCIએ પીઆઈએલ દાખલ કરી હતી. 17 સપ્ટેમ્બર 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણયનુ સમાધાન આપ્યું હતું. જે બાદ 12 ડિસેમ્બર 2017 સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશને સમર્થન આપ્યું હતું. MCIના અભિપ્રાય મુજબ પેથોલોજીસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા મેડિકલ પ્રક્ટિશનર જ લેબોરેટરીના રિપોર્ટનું પ્રતિનિત્વ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here