Wednesday, September 28, 2022
Homeગુજરાતગોધરા શહેરના પૂર્વ ધારાસભ્યના વિરોધમાં પોસ્ટર-બેનર લગાવવામાં આવ્યા

ગોધરા શહેરના પૂર્વ ધારાસભ્યના વિરોધમાં પોસ્ટર-બેનર લગાવવામાં આવ્યા

- Advertisement -

પંચમહાલ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવા જઇ રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભામાં 56 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે આજે ગોધરાની મુલાકાતે એ.આઈ.સી.સી અને મધ્ય ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક ઉષા નાયડુ આવી રહ્યા છે. જેઓ આજે તમામ દાવેદારી નોંધાવેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેશે. તે પહેલા જ ગોધરા શહેરમાં સૌથી મોટી વોટ બેંક ગણાતા લઘુમતી વિસ્તારમાં આવેલા સાતપુલ, સિંગલ ફળિયા, ગોન્દ્રા અને કુબા મસ્જીદ વિસ્તારમાં 10 જેટલા વિરોધી પોસ્ટર બેનર લગાવવામાં આવ્યા છે.

જેમાં ગોધરા શહેરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના વિરોધમાં પોસ્ટર બેનર લગાવવામાં આવ્યા છે. રાજેન્દ્રસિંહ પરમારના વિરોધમાં લખવામાં આવ્યું છે કે, કાયમ હારતા ઉમેદવાર નહીં ચાલે, વેચાઈ જાય એવા ઉમેદવાર નહીં ચાલે, શું લાલાભાઇ તમને સાડા ચાર વર્ષમાં તમારા વિસ્તારમાં દેખાયા ખરા? 1985, 1990, 2002, 2004, 2012 અને 2017માં હારતા આવતા, તેવા ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર બેનર લગાવવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular