(બોલિવૂડ ડેસ્ક: રવિ કાયસ્થ ) જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘બાટલા હાઉસ’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં જ્હોન પોલીસ ઓફિસર સંજીવ કુમાર યાદવના રોલમાં દેખાઈ રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર 10 જુલાઈના રોજ રિલીઝ થવાનું છે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરતાં જ્હોને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ભારતના ડેકોરેટેડ પોલીસ ઓફિસરમાંના એક ઓફિસર અને એક એન્કાઉન્ટરે બધું જ બદલી દીધું. 11 વર્ષ બાદ તે બાટલા હાઉસમાં તેની રિયલ સ્ટોરી લઈને આજે આવી રહ્યા છે.’‘
બાટલા હાઉસ’ ફિલ્મ બાટલા હાઉસ એન્કાઉન્ટરની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. ફિલ્મને નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન અને પ્રકાશ રાજ પણ સામેલ છે. ફિલ્મને ‘ટી-સિરીઝ’ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે. આ જ દિવસે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની એક્શન ફિલ્મ ‘સાહો’ અને અક્ષય કુમારની ભારતના માર્સ મિશન પર આધારિત સ્પેસ ફિલ્મ ‘મિશન મંગલ’ પણ રિલીઝ થવાની છે.