અમદાવાદ : પ્રજાએ BJPના બે MLA અને એક MP ગુમ થયાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા

0
19

અમદાવાદ. કોરોના વાઈરસના કારણ દેશ આખો ત્રસ્ત છે. સરકાર પણ 4 લોકડાઉન લાદીને કોરોનાને કાબૂમાં લાવવા પ્રયાસ કર્યા છે. જો કે હવે ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટીના સહારે પ્રજાને છોડવામાં આવી છે. તેવામાં ગુજરાત અમદાવાદના 2 ધારાસભ્યો અને એક સાંસદ કોરોના મહામારીમાં ગુમ થયાના પોસ્ટર સોશિયલ મીડિયાામાં વાઈરલ થયા છે.

કોને ઉદ્દેશીને પોસ્ટરો વાઈરલ કરાયા છે

દસક્રોઈ-ન્યૂ નિકોલ વિસ્તારના ધારાસભ્ય બાબુ જમના પટેલ ગાયબ થયેલા છે એવું એક પોસ્ટર વાઈરલ થયું છે. તેની સાથે લખાણ છે કે મીડિયામાં વચનોની લ્હાણી કરનાર દસક્રોઈના ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલ આવી કોરોનાની મહામારીમાં દસક્રોઈની જનતાના કોઈપણ સમાચાર લેવા લોકો વચ્ચે આવ્યા નથી.દસક્રોઈની જનતા યાદ કરી રહી છે ત્યારે તેઓ જનતાને સેનેટાઈઝ કે માસ્ક વિતરણ જેવી પ્રાથમિક જવાબદારી પણ નિભાવી શક્યા નથી. લોકોની વચ્ચે જવાની પણ બાબુલાલે તકલીફ નથી લીધી દસ્ક્રોઇની જનતા બાબુલાલને શોધી રહી છે, બાબુલાલ જ્યાં પણ હોય ત્યાંથી જનતા વચ્ચે આવવા માટે અમે વિનંતી કરી રહ્યા છે.

આવી જ રીતે ઠક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય વલ્લભ કાકડીયા ગુમ થયાના પોસ્ટર વાઈરલ થયા છે. ઠક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય વલ્લભ કાકડીયા ખોવાયેલા છે. કોરોના મહામારીમાં વધતા કેસોની વચ્ચે ઠક્કરબાપાનગરની જનતાને ભગવાન ભરોસે મૂકી ધારાસભ્ય ગાયબ થયેલા છે.

અમદાવાદ પૂર્વના સાંસદને પણ સોશિયલ મીડિયામાં નિશાને લેવાયા છે. તેમના નામના પોસ્ટર વાઈરલ થયા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખ પટેલ ખોવાયેલ છે. કોરોનાની મહામારીમાં અમદાવાદ પૂર્વની જનતાને રામ ભરોસે મૂકી સાંસદ ગુમ થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here