બ્રેકીંગ ન્યુઝ : રાજ્યમાં GTU સહિત તમામ પરીક્ષાઓ મોકૂફ

0
3

સવારે પરીક્ષા લેવાનો નિર્ણય, બપોર બાદ પરીક્ષા મોકૂક કરવાનો આદેશ

ગુજરાત રાજ્યમાં GTU સહિત તમામ પરીક્ષાઓ મોકૂફ કરાઇ છે. કેન્દ સરકારના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જણાવી દઇએ, છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના મહામારીના કારણે કોલેજોની પરીક્ષા અટવાઈ પડી હતી. પરીક્ષા લેવાશે કે નહીં અને લેવાશે તો ક્યારે લેવાશે તેવા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા પ્રશ્નો પર આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

જો કે આ પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ કોલેજોની છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે. આવતીકાલથી GTUની પરીક્ષા પણ શરૂ થશે. જો કે બાદમાં ગણતરીની કલાકોમાં નિર્ણય બદલાયો અને કેન્દ્ર સરકારનો આધાર આપી તમામ પરીક્ષાઓ મોકૂફ કરી