પોરબંદર: ઉનાળામાં અનાજ, મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે. તેમજ ઉનાળામાં ગૃહિણીઓ જુદી જુદી વસ્તુઓ પણ બનાવે છે. બટાકાની વેફર, સેવ, મમરી વગેરે બનાવે છે. હાલ ગૃહિણીઓ બટાકાની વેફર બનાવી રહી છે. બટાકાની વેફરને લઇ હાલ બજારમાં બટાકાની વેફરની માંગ વધી છે. તેમજ મહિલાઓ બટાકાની ખરીદી કરી રહી છે. બજારમાં અનેક પ્રકારનાં બટાકા આવતા હોય છે.
બજારમાં જુના અને નવા બટાકા આવે છે. ત્યારે બટાકાની વેફર બનાવવા માટે ક્યાં પ્રકારના બટાકા ગૃહિણીઓ ખરીદી રહી છે તે જાણીએ..પોરબંદર બજારમાં બટાકાની આવક થઇ રહી છે. તેમજ બટાકાની ખરીદી કરી રહી છે. બજારમાં નાના, મોટા બટાકા મળી રહ્યા છે. પરંતુ બટાકાની વેફર માટે મહિલાઓ મોટા બટાકાની ખરીદી કરી રહી છે. તેમજ ડીસાનાં બટાકાની ખરીદી મહિલાઓ ખરીદી કરી રહી છે. વેફર બનાવવા માટે ગૃહિણીઓની પહેલી પસંદ ડીસાના બટાકા છે. તેમજ મોટા બટાકાની ખરીદી કરી રહી છે.હાલ ગૃહિણીઓ બટાકાની વેફર બનાવી રહી છે. વેફર માટે સારી ગુણવત્તા વાળા મોટા બટાકાની ખરીદી કરે છે. બટાકાની પહેલા પતરી તૈયાર કરે છે. રાત્રીનાં સમયે તેને પાણીમાં પલાળી રાખે છે. સવારે ગેસ પર ધીમાં તાપે ગરમ કરે છે. પાણીમાં પતરી ગરમ થઇ ગયા બાદ તડકે સુકવામાં આવે છે. ગૃહિણીઓ ખારી અને મોળી બે પ્રકારની વેફર બનાવી રહી છે.